IPL 2026 Weather Update Hyderabad: IPL 2026ની 10મી મેચમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) આમને-સામને ટકરાશે. જોકે, આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા હૈદરાબાદથી ક્રિકેટ પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. આજની મેચ પર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેનાથી મેચમાં વિલંબ અથવા રદ થવાની શક્યતા છે.
વરસાદ પાડી શકે છે IPLમાં ખલેલ: 50% શક્યતા
હૈદરાબાદના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને વરસાદ પડવાની શક્યતા અંદાજે 50% જેટલી છે. જો વરસાદ વધારે પડે તો ઓવરોમાં કાપ મૂકવામાં આવી શકે છે અથવા જો IPL મેચ રદ થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડશે. ચાહકો આશા રાખી રહ્યા છે કે કુદરત મહેરબાન રહે અને તેમને પૂરો રોમાંચ જોવા મળે.
બંને ટીમોની વર્તમાન સ્થિતિ
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): કેપ્ટન રિષભ પંતની આગેવાની હેઠળ લખનઉની શરૂઆત આ સીઝનમાં નબળી રહી છે. ટીમ પોતાની પ્રથમ IPL મેચ હારીને પોઈન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને છે. આ મેચ જીતીને લખનઉ સીઝનનું ખાતું ખોલાવવા માટે ઉત્સુક છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): હૈદરાબાદ અત્યાર સુધી બે IPL મેચ રમી છે, જેમાં એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં 2 પોઈન્ટ સાથે ટીમ પાંચમા ક્રમે છે અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર વિજય મેળવીને ટોપ-4માં જગ્યા બનાવવા માંગશે.
બંને ટીમોના સ્ક્વોડ:
સનરાઈઝર્સ હૈદરાબાદ: પેટે કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, આર. સ્મરણ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, બ્રાયડન કાર્સે, જયદેવ ઉનડકટ, એહસાન મલિંગા, જીશાન અંસારી, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિંગે, ક્રેન્સ ફુલેટ્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ.
લખનઉ સુપર જાયન્ટ્સ: રિષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ (IPL), આયુષ બદોની, એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકે, હિંમત સિંહ, નિકોલસ પૂરન, મિચેલ માર્શ, શાહબાઝ અહમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, આવેશ ખાન, મોહસિન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, મોહમ્મદ શમી, અર્જુન તેંડુલકર, વાનિન્દુ હસરંગા, એનરિક નોર્કિયા, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી, જોશ ઈંગ્લિશ.


