sports news/ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે જંગ, ઈશાન કિશન કે રિષભ પંત કોણ મારશે બાજી?

IPL 2026માં આજે હૈદરાબાદ અને લખનઉ વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. ઈશાન કિશનની આગેવાની હેઠળની SRH અને રિષભ પંતની LSG વચ્ચેની આ મેચના પ્લેઇંગ-12, પિચ અને સ્ટેટ્સ વિશે જાણો અહીં.

Trending Sports
IPL 2026

SRH vs LSG IPL 2026 Prediction: IPL 2026ની સીઝનનો બીજો ‘ડબલ હેડર’ આજે રવિવારે રમાવા જઈ રહ્યો છે. દિવસની પહેલી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. હૈદરાબાદ પોતાની છેલ્લી જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે, જ્યારે લખનઉ પ્રથમ જીતની શોધમાં મેદાનમાં ઉતરશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ: લખનઉનું પલ્લું ભારે

IPL ના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સે 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ માત્ર 2 મેચ જીતી શક્યું છે. જોકે, ગત સીઝનમાં બંને ટીમોએ એક-એક મેચ જીતીને બરાબરી કરી હતી, તેથી આજે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

IPL 2026

લખનઉ: કેપ્ટન પંતના બેટિંગ ઓર્ડર પર સવાલ

જસ્ટિન લેંગરના કોચિંગ હેઠળની લખનઉની ટીમ માટે શરૂઆત સારી રહી નથી. દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચમાં ટીમ માત્ર 141 રન બનાવી શકી હતી. કેપ્ટન રિષભ પંતને ઓપનિંગમાં મોકલવાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો, તેથી આજે પંત ફરી તેના ફેવરિટ નંબર-3 પર બેટિંગ કરવા ઉતરે તેવી પૂરી શક્યતા છે. ટીમ પાસે મિચેલ માર્શ અને નિકોલસ પૂરન જેવા વિસ્ફોટક ખેલાડીઓ હોવા છતાં તાલમેલનો અભાવ દેખાઈ રહ્યો છે. બોલિંગમાં મોહમ્મદ શમી પર મુખ્ય જવાબદારી રહેશે.

હૈદરાબાદ: ઈશાન કિશનની કેપ્ટનશીપમાં મજબૂત ટીમ

બીજી તરફ, ઈશાન કિશનની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમ શાનદાર ફોર્મમાં છે. છેલ્લી મેચમાં તેમણે કોલકાતાને તેના જ ઘર આંગણે 65 રનથી હરાવ્યું હતું. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરી રહી છે, જ્યારે હેનરિક ક્લાસેન મિડલ ઓર્ડરને મજબૂતી આપી રહ્યો છે. ડેથ ઓવર્સમાં જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગાની જોડી લખનઉના બેટર્સ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

IPL પિચ અને હવામાન રિપોર્ટ

હૈદરાબાદના (IPL ) રાજીવ ગાંધી સ્ટેડિયમની પિચ બેટર્સ માટે સ્વર્ગ સમાન છે. સપાટ પિચ હોવાને કારણે અહીં મોટા સ્કોર જોવા મળે છે, જોકે રમત જેમ આગળ વધશે તેમ સ્પિનરોને મદદ મળી શકે છે. મેચ દરમિયાન તાપમાન 34-36 ડિગ્રી રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી, એટલે કે ફેન્સને આખી 40 ઓવરનો રોમાંચ જોવા મળશે.

IPL 2026

બંને ટીમની સંભવિત પ્લેઇંગ-12:

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH):

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર અને કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેટ વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, એહસાન મલિંગા, લિયામ લિવિંગસ્ટન.

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG):

એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ, આવેશ ખાન.


આ પણ વાંચો: પંજાબ કિંગ્સને મળ્યો નવો હીરો, કૂપર કોનોલીએ ડેબ્યુમાં 72 રન ફટકારી ગુજરાતને હરાવ્યું

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં મુંબઈની કસોટી, દિલ્હીમાં મુકેશ કુમારનો કહેર; વાંચો લાઈવ સ્કોર

આ પણ વાંચો: ગ્લેન મેક્સવેલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર, ઓસ્ટ્રેલિયાએ નવા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને આપી તક