Cricket Australia central contract list 2026-27: ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ આગામી સીઝન માટે તેના 21 ખેલાડીઓની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી છે. આ યાદીમાં સૌથી મોટો ઝટકો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને લાગ્યો છે, જેનું નામ આ વખતે યાદીમાં નથી. બોર્ડે આગામી વ્યસ્ત ટેસ્ટ શેડ્યૂલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ને ધ્યાનમાં રાખીને ટેસ્ટ ફોર્મેટના નિષ્ણાત ખેલાડીઓને પ્રાથમિકતા આપી છે.
મેક્સવેલ આઉટ, નવા ચહેરાઓને એન્ટ્રી
ગ્લેન મેક્સવેલ જેવા દિગ્ગજ ખેલાડીને બહાર કરવા પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત ટેસ્ટ શેડ્યૂલ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાએ આગામી 12 મહિનામાં બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ભારત સામે મહત્વની (Cricket)ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ યાદીમાં કેટલાક નવા અને ઉભરતા ખેલાડીઓને તક મળી છે:

બ્રેન્ડન ડોગેટ (ઝડપી બોલર): નવા ચહેરા તરીકે ટીમમાં સ્થાન મેળવ્યું.
જેક વેદરાલ્ડ (ઓપનર): શાનદાર પ્રદર્શનના આધારે કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહ્યા.
ટોડ મર્ફી: બેકઅપ સ્પિનર તરીકે ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે.
પસંદગી સમિતિનો શું છે તર્ક?
પસંદગી સમિતિના પ્રમુખ જોર્જ બેઈલીએ જણાવ્યું હતું કે, આ વખતે પસંદગીમાં મલ્ટી-ફોર્મેટ અને ટેસ્ટ નિષ્ણાત (Cricket) ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે ખેલાડીઓ અત્યારે લિસ્ટમાં નથી, તેઓ સીઝન દરમિયાન સારા પ્રદર્શન દ્વારા અપગ્રેડ થઈને કોન્ટ્રાક્ટ મેળવી શકે છે.
There are a few big changes, with 21 men’s players offered a national contract from Cricket Australia: https://t.co/4xCnAgbNan pic.twitter.com/aSQ96myQi0
— cricket.com.au (@cricketcomau) April 1, 2026
2026-27 માટે Cricket ઓસ્ટ્રેલિયાની કોન્ટ્રાક્ટ લિસ્ટ:
પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિશેલ માર્શ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ, એડમ ઝામ્પા, ઝેવિયર બાર્ટલેટ, સ્કોટ બોલેન્ડ, બ્રેન્ડન ડોગેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનમેન, ટોડ મર્ફી, માઈકલ નેસર, જેક વેદરાલ્ડ અને બ્યુ વેબસ્ટર.


