જામનગર
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ જોવા મળે છે. કાયદાનું પાલન કરવા વાળા જ કાયદાની ઐસી કી તૈસી કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં દારૂની મહેફીલ માણતા પોલીસ કર્મીઓ ઝડપાયા હતા.
એક તરફ રાજ્યમાં દારૂબંધીનો અમલ સરકાર દ્વારા કડકાઈથી કરાવવામાં આવી રહ્યો છે અને દારૂબંધીને લઇને રાજ્યમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી જેવા નેતાઓ પણ સક્રિય થયા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે.
જેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલસીબી સ્ટાફને બનાવ સ્થળ પર રેડ કરવાનું જણાવતા નાગુના ગામ નજીક ધર્મેન્દ્રસિંહ કંચવા કે જેઓ પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જેની વાડીમાં ધર્મેન્દ્રસિંહ સાથે સિટી સી ડિવિઝનના બે કોન્સ્ટેબલો જયરાજસિંહ રાણા અને મહેન્દ્રસિંહ જાડેજા આ ત્રણેય પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણતા એલસીબી પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પંચબી ડિવિઝનમાં ત્રણેય પોલીસકર્મીઓ વિરુધ્ધ ગુનો દાખલ હતી..અને આ મામલે બી ડિવિઝન પોલીસને તપાસ સોપવામાં આવી છે
