બેંગ્લુરુઃ ભારતીય ક્રિકેટ જગતને આજે હૃદયદ્રાવક સમાચાર મળ્યા. 2014-15 રણજી ટ્રોફીમાં કર્ણાટક (Karnataka Cricketer) માટે રમનાર એક ફાસ્ટ બોલરનું માત્ર 39 વર્ષની ઉંમરે અવસાન થયું છે. આ સમાચારથી બધા ખેલાડીઓ ખૂબ જ દુઃખી છે. આ ફાસ્ટ બોલરે ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ સાથે ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમી હતી. તે લાંબા સમયથી એક પણ મેચ રમ્યો ન હતો, જોકે તે હજુ પણ કર્ણાટકમાં સ્થાનિક લીગમાં રમતા જોવા મળતા હતા.

કર્ણાટકના ક્રિકેટર (Karnataka Cricketer)નું અવસાન
ફાસ્ટ બોલર એસ.એલ. અક્ષયને કર્ણાટક માટે ડિવિઝનલ મેચ રમતી વખતે હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો. તેનું માત્ર 39 વર્ષની ઉંમરે અવસાન થયું. ભારતના ભૂતપૂર્વ ખેલાડી ડોડ્ડા ગણેશે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા.

અક્ષય 2014-15 માટે કર્ણાટક રણજી ટીમનો હિસ્સો હતો
એસ.એલ. અક્ષય 2014-15 રણજી ટ્રોફીમાં કર્ણાટક ટીમ (Karnatak Cricketer)નો ભાગ હતો, પરંતુ એક પણ મેચ રમ્યો ન હતો. તેણે છ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, જેમાં 28.11 ની સરેરાશથી 18 વિકેટ લીધી હતી. ત્રણ લિસ્ટ એ મેચમાં, અક્ષયે 22.16 ની સરેરાશથી છ વિકેટ લીધી હતી. વધુમાં, નવ ટી20 મેચોમાં, તેણે 26.37 ની સરેરાશથી આઠ બેટ્સમેનોને આઉટ કર્યા. જોકે, 2013 થી તેને કર્ણાટક ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
ચાલુ મેચે Karnataka Cricketerનું મોત
અહેવાલો અનુસાર, એસ.એલ. અક્ષયે એક ડિવિઝનલ મેચમાં ચાર ઓવર ફેંકી હતી. ત્યારબાદ તે સ્લિપમાં ફિલ્ડિંગ કરવા ગયો. તેને ચક્કર આવવા લાગ્યા અને તે આરામ કરવા માટે પેવેલિયન પાછો ફર્યો. તે પડી ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું. ખેલાડી હોવા ઉપરાંત, તેણે તાજેતરમાં કર્ણાટક અંડર-19 ટીમને કોચિંગ પણ આપ્યું હતું. થોડા જ સમયમાં, તે યુવા ખેલાડીઓમાં ખૂબ લોકપ્રિય બની ગયો હતો.
