Gujarat Water Crisis Before Monsoon: ગુજરાતમાં એકતરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યમાંથી પાણીની ચિંતાજનક સ્થિતિના આંકડા સામે આવ્યા છે. વરસાદના આગમન પૂર્વે જ રાજ્યના જળાશયો ખાલી થઈ રહ્યા છે. હાલની સ્થિતિએ ગુજરાતના કુલ 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 55.24 ટકા જ બચ્યું છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, રાજ્યના 88 જળાશયોમાં પાણીનું સ્તર 20 ટકાથી પણ નીચે ગયું છે, જ્યારે 10 મોટા ડેમ તો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. આ પરિસ્થિતિને પગલે વહીવટી તંત્ર અને નાગરિકો બંનેની ચિંતામાં મોટો વધારો થયો છે.
Water Crisis : રાજકોટનો આજી-2 ડેમ એકમાત્ર આશાસ્પદ સ્ત્રોત
સમગ્ર રાજ્યમાં અત્યારે જળસંકટ વચ્ચે રાહતના સમાચાર માત્ર રાજકોટથી મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં 90 ટકાથી વધુ જળસ્તર ધરાવતું એકમાત્ર જળાશય રાજકોટનું આજી-2 ડેમ છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર જળસ્તર ધરાવતા જળાશયોની વાત કરીએ તો:
ભાવનગર (હાનોલ): 88.93 ટકા
સુરેન્દ્રનગર (વાંસોલ): 87.15 ટકા
મહીસાગર (વણાકબોરી): 86.89 ટકા
ભાવનગર (રંઘોલા): 83.75 ટકા
જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની વર્તમાન સ્થિતિ
ગુજરાતની મુખ્ય જીવાદોરી ગણાતા નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 70.92 ટકા જળસ્તર નોંધાયું છે. આગામી ચોમાસું બેસે ત્યાં સુધી રાજ્યમાં પીવાના પાણીની અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે આ ડેમ અત્યારે સૌથી મોટો અને મહત્વનો સ્ત્રોત બની રહેશે.
ગુજરાતના આ 10 જળાશયો સાવ સુકાઈ ગયા (તળિયાઝાટક)
રાજ્યના જુદા-જુદા જિલ્લાના 10 એવા જળાશયો છે જ્યાં પાણીનો જથ્થો સાવ ખલાસ થઈ ગયો છે અને ત્યાં માત્ર તળિયું જ દેખાઈ રહ્યું છે. આ સુકાઈ ગયેલા મુખ્ય ડેમોની યાદી નીચે મુજબ છે: 1. પોરબંદરમાં સારણ ડેમ 2. જૂનાગઢમાં પ્રેમપરા ડેમ 3. કચ્છમાં કૈલા ડેમ 4. પોરબંદરમાં અમીપુર ડેમ 5. દેવભૂમિ દ્વારકામાં ગઢકી ડેમ 6. સુરેન્દ્રનગરમાં નિમ્બાણી ડેમ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આગામી ચોમાસું સમયસર અને પૂરતું નહીં રહે, તો ગુજરાતના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના તેમજ સિંચાઈના પાણીની મોટી કટોકટી સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં છવાયો વરસાદી માહોલ ,ઉપરવાસમાં વરસાદને લઈને જળાશયોમાં પાણી
આ પણ વાંચો: રાજ્યમાં પાણી પૂરતા પ્રમાણમાં, 207 જળાશયોમાં 44 ટકા પાણી
આ પણ વાંચો: ગુજરાતમાં 108 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર 80%થી વધુ ભરાયો
