જમ્મુ અને કાશ્મીરના પૂંચના સાવજિયન વિસ્તારમાં બુધવારે એક મિની બસ અકસ્માતમાં 11 લોકો માર્યા ગયા અને 25 અન્ય ઘાયલ થયા છે.મંડીના શહજાદ લતીફે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે મંડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.બસ સાવજિયનથી મંડી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ભારતીય સેનાએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે પૂંચના સાવજિયન વિસ્તારમાં મિની બસનો અકસ્માત થયો હતો. સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બસ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે. ઘણા ઘાયલોને મંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ પુંછ જિલ્લાના જ સોજીયાનથી મંડી જઈ રહી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં 31 ઓગસ્ટના રોજ કટરાથી દિલ્હી આવી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ કટરામાં અકસ્માતનો શિકાર બની હતી. આ બસ સાથે બીજી બસ અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 વર્ષના બાળકનું દર્દનાક મોત નિપજ્યું હતું. આ માર્ગ અકસ્માતમાં 15 થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા.
