Karnataka News: કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત(Road accident) થયો હતો. એક ખાનગી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે બસમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર
બસ બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહી હતી. આ સ્લીપર બસને 300 કિલોમીટરથી વધુ મુસાફરી કરવી પડી હતી. માર્ગ અકસ્માત(Road accident) નેશનલ હાઇવે-48 પર થયો હતો.
માર્ગ અકસ્માત(Road accident) ક્યારે થયો?
પ્રાથમિક માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત(Road accident) ગુરુવારે સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે બસમાં આગ લાગી ત્યારે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજી બાજુથી આવી રહેલી એક ટ્રકે ડિવાઇડરને પાર કરીને બસ સાથે ટક્કર મારી હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી.
VIDEO | Chitradurga, Karnataka: Over 10 people are feared dead in a lorry-bus collision on National Highway 48 near Gorlathu village in Hiriyur taluk.
The bus, travelling from Bengaluru to Shivamogga, caught fire following the crash. Nine passengers reportedly escaped unhurt,… pic.twitter.com/dj75qIiIws
— Press Trust of India (@PTI_News) December 25, 2025
અથડામણ બાદ બસમાં લાગી આગ
કહેવામાં આવી રહ્યું છે કે બસ અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે અવાજ દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ બસમાં આગ લાગી હતી. જોકે 9 લોકો બસમાંથી છટકી જવામાં સફળ રહ્યા હતા. જોકે, કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે મૃત્યુઆંક વધી શકે છે.
17 લોકોના મોતની આશંકા……
