Kutch News/ ભચાઉમાં ચાર વાહનો વચ્ચે ભયાનક અકસ્માત, એક વર્ષના બાળક સહિત બેના મોત

ભચાઉ નજીક કેસરી ગઢ રિસોર્ટ સામે એક કાર અને આઇશર ટેમ્પો સામસામે અથડાયા અકસ્માત (Accident) સર્જાયો હતો, જેના કારણે બંને વાહનોમાં આગ લાગી હતી.

Top Stories Gujarat Others Breaking News
Accident એટલો ભયાનક કે વાહનોમાં લાગી આગ

Kutch News: કચ્છના ભચાઉમાં ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માત (Accident)માં એક વર્ષના બાળક અને ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત (Accident) એટલો ગંભીર હતો કે બે વાહનોમાં આગ લાગી ગઈ.

એક વર્ષનું બાળકનું જીવતું ભૂંજાયુ

આ ગંભીર અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર, મધ્યરાત્રિએ 12 વાગ્યે ભચાઉ નજીક કેસરી ગઢ રિસોર્ટ સામે એક કાર અને આઇશર ટેમ્પો સામસામે અથડાયા અકસ્માત (Accident) સર્જાયો હતો, જેના કારણે બંને વાહનોમાં આગ લાગી હતી. કારમાં બેઠેલા એક વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પાછળથી આવી રહેલા બે ટ્રેલર પણ અથડાયા હતા

કાર અને આઇશર વચ્ચે થયેલા અકસ્માત (Accident) દરમિયાન, પાછળથી આવી રહેલા બે ટ્રેલર પણ વાહનો સાથે અથડાયા હતા, જેમાં એક ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ કરી હતી અને 108 પોલીસ, પોલીસ કાફલો અને ભચાઉ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી.

પતિ-પત્નીને તેમના બાળકના મૃત્યુની જાણ નથી.

ફાયર બ્રિગેડે પાણીનો માર મારી વાહનોમાં લાગેલી આગને કાબુમાં લીધી. 108 એમ્બ્યુલન્સની મદદથી પોલીસે ઘાયલ દંપતીને સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડ્યું, જ્યાં તેઓ હજુ પણ બાળકના મૃત્યુ વિશે અજાણ છે. પોલીસે વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ફાયરમેન કહ્યું,અમે બાળકને બચાવી શક્યા નહીં 

ભચાઉ ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ 12:30 વાગ્યે ઇમરજન્સી કોલ મળ્યા બાદ, ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં એક આઇશર ટેમ્પો અને એક કારમાં આગ લાગી હતી. પહેલી કારમાં સવાર લોકોને પસાર થતા વાહનચાલકોએ મદદ કરી હતી જેમણે તેમને બહાર કાઢ્યા હતા અને આગ ઓલવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ટક્કરમાં કુલ ચાર વાહનો સામેલ હતા, જોકે, કારમાં રહેલા બાળકને બચાવી શકાયું ન હતું. જાણવા મળ્યું છે કે બાળકના માતા-પિતાને શરૂઆતમાં ગંભીર હાલતમાં પહેલા ભચાઉ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને પછી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ભુજ લઈ જવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં અકસ્માતમાં બે લોકોના મોત, એક ઘાયલ

આ પણ વાંચો:ભચાઉમાં જન્માષ્ટમી ઉજવણી દરમિયાન અકસ્માત, મટકીફોડ કાર્યક્રમમાં વીજ થાંભલો પડતાં એક બાળકનું મોત

આ પણ વાંચો:કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત