Morbi News/ ‘રશિયન સેનામાં ન જોડાવ’, યુક્રેનથી મોરબી યુવકનો વીડિયો થયો વાયરલ

Ukrainian સરહદ પર મોકલી દેવામાં આવ્યો હતો. વીડિયોમાં સાહિલ સ્પષ્ટ રીતે કહે છે કે તે ક્યારેય સૈનિક બનવા માગતો ન હતો અને યુદ્ધમાં સામેલ થવાનો ઈરાદો નહોતો.

Top Stories NRI News Gujarat Breaking News
Ukrainian જેલમાં ફસાયો મોરબીનો યુવક, વિડીયો દ્વારા કરી અપીલ

Morbi News: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે ગુજરાત(Gujarat)ના મોરબી(Morbi) જિલ્લાનો એક યુવક પોતાની આપબીતી જણાવતો જોવા મળે છે, જેમાં તે કહે છે કે તે હાલમાં યુક્રેનિયન(Ukrainian) જેલમાં ફસાઈ ગયો છે અને આગળ શું થશે તેની કોઈ ખાતરી નથી. વીડિયોમાં તેણે પોતાની માતા, ભારત સરકાર અને ખાસ કરીને PM નરેન્દ્ર મોદી પાસે મદદની અપીલ કરી છે.

યુક્રેનિયન (Ukrainian) સેના સમક્ષ આત્મસમર્પણ

ભણવા ગયો હતો, યુદ્ધના મેદાનમાં ધકેલાયો

મોરબી (Morbi) જિલ્લાના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈન અભ્યાસ માટે રશિયા ગયો હતો. પરિવારનું સપનું હતું કે સાહિલ ઉચ્ચ અભ્યાસ કરીને સારું ભવિષ્ય બનાવશે, પરંતુ પરિસ્થિતિ એવી બગડી કે તે યુદ્ધના ભયંકર ચક્રમાં ફસાઈ ગયો. સાહિલના જણાવ્યા મુજબ, રશિયામાં અભ્યાસ દરમિયાન તે જીવન ખર્ચ ચલાવવા માટે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઇમ નોકરી કરતો હતો.

એક દિવસ અચાનક રશિયન પોલીસે તેની ધરપકડ કરી અને ખોટા ડ્રગ હેરફેરના કેસમાં ફસાવી દીધો. સાહિલે પોતાની તમામ કાયદેસરના દસ્તાવેજો રજૂ કર્યા છતાં, તેને ધમકી આપવામાં આવી કે જો તે રશિયન સેનામાં જોડાશે તો જ તેને છોડવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Mantavya News (@mantavyanews)

બળજબરીથી રશિયન સેનામાં ભરતી

સાહિલનો આરોપ છે કે તેને બળજબરીથી રશિયન સેનાનો કરાર સ્વીકારવા મજબૂર કરવામાં આવ્યો. માત્ર 15 દિવસની તાલીમ બાદ તેને સીધો યુક્રેનિયન(Ukrainian)સરહદ પર મોકલી દેવામાં આવ્યો. વીડિયોમાં સાહિલ સ્પષ્ટ રીતે કહે છે કે તે ક્યારેય સૈનિક બનવા માગતો ન હતો અને યુદ્ધમાં સામેલ થવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.

તે કહે છે, “હું ભણવા આવ્યો હતો, લડવા નહીં. મને ખોટા કેસમાં ફસાવીને સેનામાં મોકલવામાં આવ્યો.”

યુક્રેનિયન(Ukrainian)સેના સમક્ષ આત્મસમર્પણ

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે જ્યારે યુક્રેનિયન(Ukrainian)સરહદ પર પહોંચ્યા બાદ સાહિલે પોતાની જાન બચાવવા માટે યુક્રેનિયન(Ukrainian)સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેણે પોતાની સમગ્ર કહાની તેમને કહી. સાહિલના જણાવ્યા મુજબ, યુક્રેનિયન(Ukrainian)સેનાએ તેની વાત સમજી અને તેને એક વીડિયો સંદેશ બનાવવાની મંજૂરી આપી, જેથી તે ભારત સરકાર અને પોતાના પરિવાર સુધી પોતાની સ્થિતિ પહોંચાડી શકે. આ વીડિયોમાં સાહિલ અન્ય ભારતીય યુવકોને અપીલ કરે છે કે કોઈ પણ સંજોગોમાં રશિયન સેનામાં જોડાવું નહીં, કારણ કે એકવાર ફસાયા પછી બહાર નીકળવાનો રસ્તો બહુ મુશ્કેલ બની જાય છે

માતાની આંખોમાં આંસુ, કોર્ટનો દરવાજો ખખડાવ્યો

સાહિલનો વીડિયો મળ્યા બાદ તેની માતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પોતાના એકમાત્ર દીકરાની સલામતી માટે તેણે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી ફેબ્રુઆરી 2026માં થવાની છે. પરિવાર ભારત સરકાર પાસે સતત વિનંતી કરી રહ્યો છે કે સાહિલને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પડોશીઓએ સગીરાને નશીલો પદાર્થ આપીને બે વખત વેચી : બળજબરીથી લગ્ન કરાવ્યા, 3 ઝડપાયા

આ પણ વાંચો:એક વર્ષનો શારીરિક અને માનસિક શોષણ: બળજબરી અને ગેરકાયદેસર વીડિયો રેકોર્ડિંગનો કિસ્સો

આ પણ વાંચો:12 વર્ષથી ભાગતી છોકરીએ PM પાસે મદદ માંગી