Kutch News/ મુંદ્રા બંદર બન્યું દાણચોરીનું ‘હબ’, DRI એ 2 કરોડ રૂપિયાની 35 ટન સોપારી જપ્ત કરી

દુબઈથી મુંદ્રા બંદર પર પહોંચેલા ત્રણ કન્ટેનર કસ્ટમ વિભાગની જાણ વગર દિલ્હી સ્થિત એક કંપનીને મોકલવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Breaking News

Kutch News: ગુજરાતના વિવિધ બંદરેથી સોપારી(Betel nut)ની જુદી જુદી રીતે દાણચોરી (Smuggling) અટકવાનું નામ લેતી નથી. ગુજરાતમાં કચ્છમાં મુંદ્રા બંદરે (Mundra Port) અવારનવાર સોપારીનો મોટા માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જેની બજારમાં કિંમત વધુ હોવાથી દાણચોરો સોપારીની દાણચોરી કરી દુબઈથી મુંદ્રા બંદરે લાવ્યા હોવાના ખુલાસા થયા છે. સોપારી મુંદ્રાથી દિલ્હીના તુઘલકાબાદ ખાતે પહોંચાડ્યા પહેલા જામનગર ડીઆરઆઈ દાણચોરો પર ત્રાટકી હતી. DRI એ વધુ એક વખત 2 કરોડ રૂપિયાની 35 ટન સોપારી જપ્ત કરી છે.

મળતી માહિતી અનુસાર, દુબઈથી મુંદ્રા બંદર પર પહોંચેલા ત્રણ કન્ટેનર કસ્ટમ વિભાગની જાણ વગર દિલ્હી સ્થિત એક કંપનીને મોકલવામાં આવ્યા હતા. જામનગર DRI ટીમને દાણચોરીના માહિતી મળી હતી અને તેમણે તુઘલકાબાદ નજીક આ કન્ટેનરોને ચેકિંગ માટે રોક્યા હતા. તપાસ દરમિયાન, કન્ટેનરમાંથી પ્રતિબંધિત સોપારીનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે, માલનો ઓર્ડર આપનાર દિલ્હીની પેઢીની પૂછપરછ કરવામાં આવશે. અગાઉ મુંદ્રા બંદર ખાતે કસ્ટમ્સ સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB) એ રૂપિયા 3 કરોડની કિંમતની 53 ટન સોપારી જપ્ત કરી હતી. ડીઆરઆઈ ટીમે બે કન્ટેનરને અટકાવી તપાસ કરી હતી. કસ્ટમ અધિકારીઓને બાતમી મળી હતી કે પ્લાસ્ટિકના દાણાના બહાને દુબઈથી મુંદ્રા પોર્ટમાં સોપારીની દાણચોરી કરવામાં આવી રહી છે.

જેમાં મુંદ્રા ખાતે કસ્ટમ્સના પ્રિન્સિપલ કમિશનર કે એન્જિનિયરે તપાસની આગેવાની કરી અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક યુનિટ માટે બંધાયેલા બે કન્ટેનર જપ્ત કર્યા હતા. તેઓ પીવીસી રેઝિન અથવા પ્લાસ્ટિક ગ્રાન્યુલ્સ ધરાવતા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તપાસ કરતાં અંદરથી 53 ટન સોપારી મળી આવી હતી. જપ્ત કરાયેલા માલની બજાર કિંમત 3 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:DRIએ 13.50 કરોડની સોપારીની દાણચોરી કરનાર વેપારીને દબોચ્યો

આ પણ વાંચો:મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર રીતે દાણચોરી પકડાઈ, ₹3 કરોડની 53 ટન સોપારી જપ્ત કરાઈ

આ પણ વાંચો:કંડલા બંદરે સોપારીકાંડ: વિદેશના બહાને ભારતના બજારોમાં 550 કરોડની સોપારી વેચી કરચોરી કરાઈ