Ahmedabad News/ કંડલા બંદરે સોપારીકાંડ: વિદેશના બહાને ભારતના બજારોમાં 550 કરોડની સોપારી વેચી કરચોરી કરાઈ

સોપારી પર 110 ટકા કસ્ટમ્સ ડ્યુટી લાગે છે ત્યારે વરસૂરૂ ઈમ્પેક્ષ કંપનીના માલિક નવાઝ ચૌધરીએ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ગુજરાતના મુંદ્રા બંદર, કંડલા બંદર મુખ્યત્વે હવે સ્મગલિંગનું (Smuggling) હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. સોપારી પર 110 ટકા કસ્ટમ્સ ડ્યુટી (Custom Duty) લાગે છે ત્યારે વરસૂરૂ ઈમ્પેક્ષ કંપનીના માલિક નવાઝ ચૌધરીએ મલેશિયા અને સિંગાપુરમાંથી સોપારી કંડલા બંદરે પહોંચાડી હતી જ્યાંથી તેને વિદેશ સપ્લાય કરવા ઉતારી હતી. પણ ભારતના બજારોમાં વેચીને 500 કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું ડીઆરઆઈ તપાસમાં બહાર આવ્યું છે.

દિલ્હીની વરસુરૂ ઈમ્પેક્ષના માલિક નવાઝ ચૌધરી આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાતા ઈડીએ ઊંડી તપાસ શરૂ કરી હતી. વિદેશના બહાને ભારતના બજારોમાં સોપારી વેચતા 550 કરોડની કરચોરી કરવામાં આવ્યું હોવાના ખુલાસા થયા છે. કન્ટેનરો કંડલા બંદરમાં વેરહાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા. પોર્ટ પરથી કન્ટેનરો નીકળે ત્યારે હાઈવે પરથી સૌપારી કાઢી રેતીની ગુણો ભરી દેવાતી હતી. છેલ્લા 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાનું પણ ખુલાસો થયો છે. લોકલ માર્કેટમાં માલ વેચી દેવામાં આવ્યો હોવાની બાતમીના આધારે DRIએ તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદમાં ગુટખા બનાવતા વેપારીઓને સોપારી વેચી દેવાઈ હતી. તેમજ તપાસમાં એક બાદ એક તાર જોડાતા દિલ્હીના નવાઝ ચૌધરીનું નામ સામે આવી તેની ધરપકડ કરી દેવામાં આવી છે.

ઈડીના સૂત્રોના મતે અમદાવાદ, સુરત, આણંદ, નડિયાદ અને કચ્છમાં પણ ગુટખા બનાવતી ફેક્ટરીઓને સોપારીનું વેચાણ કરવામાં કરવામાં આવી હતી. જેમાં જૈન બ્રધર્સની ગુટખા કંપનીઓને પણ સોપારી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોલામાં વિવાન્તા સ્પા પર સીઆઈડી ક્રાઈમનો દરોડો, કૂટણખાનું ચાલતું હતું

આ પણ વાંચો:ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી ડોકટર તથા સ્ટાફને ધમકીભર્યા મેસેજ

આ પણ વાંચો:સીઆઈડી ક્રાઈમની રિલીફ રોડ પર મોબાઈલની દુકાનમાં રેડ, 17.60 લાખનો મુદ્દામાલ કબજે