Ahmedabad News : અમદાવાદની એક હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટર અને સ્ટાફને અજાણ્યા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધમકીભર્યા મેસેજ કરનારી નર્સની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવની વિગત મુજબ અમદાવાદ સ્તિત વાડજમાં આવેલી એક હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર અને સ્ટાફને હોસ્પિટલ છોડી દેવાના ધમકીભર્યા મેસેજ મળ્યા હતા.
કોઈએ અજાણ્યા ઈન્સ્ટાગ્રામ એકાઉટ મારફતે આ ધમકીભર્યા મેસેજ કર્યા હતા.આ મેસેજમાં મહિલા ડોક્ટરોને હોસ્પિટલ છોડી દેવા તથા હોસ્પિટલ ન છોડે તો મહિલા ડોક્ટરના દિકરાને જાનથી મારી નાંખશે, એવું જણાવ્યું હતું.
મેસેજને પગલે ગભરાયેલા મહિલા ડોક્ટરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ટેક્નિકલ તપાસ કરતા હોસ્પિટલમાં જ ફરજ બજાવતી મહિલા નર્સની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.
જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને આ નર્સની ધરપકડ કરી હતી. હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફને હેરાન કરવા માટે તેણે ધમકીભર્યા મેસેજ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કોઈને શંકા ન જાય તે માટે ચાલાક નર્સે પોતાને પણ કોઈ અજાણ્યા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ધમકીભર્યા મેસેજ આવ્યા હોવાનું મહિલા ડોક્ટર તથા સ્ટાફને જણાવ્યું હતું.
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત