સુરતના પાંડેસરા વિસ્તારમાં શુક્રવારે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. આમ એક માથાભારે બુટલેગરે, દારૂના ધંધામાં નવા આવેલા યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. યુવકને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ નાસી છૂટ્યા હતા.

પાંડેસરા વિસ્તારમાં પહેલા ફર્નિચરનું કામ કરતા શંભુ શેટ્ટીએ છેલ્લા ચારેક મહિનાથી દારૂનો ધંધો શરુ કર્યો હતો. જેથી હરીફ બુટલેગર મનોજ અને તેના સાગરીતોએ શંભુને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. જ્યાં શંભુને તલવારના 7 ઘા ઝીંકી, હત્યારાઓ નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મૃતક મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. તેના પિતા ભોજનાલય ચલાવીને ગુજરાન ચલાવે છે. શંભુ ફર્નિચરનો કારીગર હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.
