Not Set/ પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક, તન્વી શેઠના પાસપોર્ટનું થઇ શકે છે રિ – વેરિફિકેશન

લખનઉ, ઉત્તરપ્રદેશના લખનઉમાં એક મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં થયેલા વિવાદ બાદ તેઓને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાકલ બાદ પાસપોર્ટ આપવામાં આવ્યો છે, પરંતુ આ મામલે હવે એક નવો વળાંક આવી આવી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તન્વી શેઠ નામની મહિલાનું નામ અને તેઓના સરનામાને લઇ ઉભા થયેલા વિવાદ બાદ આ અંગે હવે […]

Top Stories India

લખનઉ,

ઉત્તરપ્રદેશના લખનઉમાં એક મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં થયેલા વિવાદ બાદ તેઓને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાકલ બાદ પાસપોર્ટ આપવામાં આવ્યો છે, પરંતુ આ મામલે હવે એક નવો વળાંક આવી આવી શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તન્વી શેઠ નામની મહિલાનું નામ અને તેઓના સરનામાને લઇ ઉભા થયેલા વિવાદ બાદ આ અંગે હવે ફરીથી વધુ એકવાર તપાસ કરવામાં આવી શકે છે. બીજી બાજુ વેરિફિકેશન કરાયા બાદ પાસપોર્ટમાં કોઈ માહિતી ખોટી આવે છે તો તન્વી શેઠનો પાસપોર્ટ જપ્ત પણ થઇ શકે છે.

જો કે ત્યારબાદ આ મામલે સોશિયલ મીડિયામાં સામે આવેલા તથ્યો બાદ આ મામલે વધુ એકવાર ચર્ચા કરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દંપતીને પાસપોર્ટ અપાયા બાદ પાસપોર્ટ વિભાગના અધિકારી વિકાસ મિશ્રાએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવતા કહ્યું, “જે પણ થઇ રહ્યું છે તે ખોટું છે. અમે ધર્મ સાથે કોઈ મતલબ નથી, અમારા દ્વારા પાસપોર્ટ મેન્યુઅલ પ્રમાણે જ નિર્ણય લેવામાં આવે છે. જેમાં ઉમેદવાર દ્વારા આપવામાં આવેલી જાણકારીને કોલમ વાઈસ પૃષ્ટિ કરવામાં આવતી હોય છે”.

આરોપી અધિકારીએ વધુમાં જણાવ્યું, “અરજી કરનાર નિવેદક નોઇડાની રહેવાસી હતી, જેથી તેઓએ ગાઝિયાબાદમાં એપ્લાઇ કરવું જરૂરી હતું. પરંતુ આ તથ્યને છુપાવવામાં આવ્યું અને લખનઉની જાણકારી આપીને પાસપોર્ટ માટે આવેદન આપ્યું હતું જે ખોટું છે. તેઓએ ખોટી જાણકારી આપી હતી”.

ત્યારે હવે આ તથ્યો સામે આવ્યા બાદ આ મામલે પાસપોર્ટ પાસપોર્ટ વિભાગ તન્વી શેઠના પાસપોર્ટની વધુ એકવાર વેરિફિકેશન કરવાની તૈયારીમાં છે.

પોતાનું નામ શામેલ કરવા ન માગતી હતી આ મહિલા

મહત્વનું છે કે, તન્વી શેઠ પોતાનું નામ પૂછવા પર આ દંપતીએ પોતાનું નિકાહનો પત્ર બતાવ્યો. જેમાં સાદિયા હસન નામ હતી પરંતુ તે નામને તેઓ પોતાના આવેદનમાં શામેલ કરવા માંગતા ન હતા. ત્યારબાદ આ નામ ચઢાવવા માટે તેઓએ ઇનકાર કર્યો હતો.

શું હતો આ મામલો ?

મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠે ૨૦૦૭માં લગ્ન કર્યા હતા અને તેઓએ લખનઉમાં પાસપોર્ટ માટે આવેદન કર્યું હતું.

હકીકતમાં તન્વી અને અનસ નામની હિંદુ-મુસ્લિમ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં એક ઓફિસરે તેઓને ધર્મના નામ પર અપમાનિત કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઓફિસર દ્વારા આ દંપતીની અરજી ફગાવવામાં આવી અને તેને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દંપતી દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને હાકલ કરવામાં આવી હતી અને દંપતીને પાસપોર્ટ આપવામાં આવ્યો છે અને આ પાસપોર્ટ અધિકારીની બદલી કરવામાં આવી છે.