New Delhi/ ઉડાન બાદ જ ખામી સર્જાઈ: એર ઈન્ડિયાની ફ્લાઇટનું દિલ્હી ખાતે તાત્કાલિક લેન્ડિંગ

ટેકઓફ પછી, લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું, જેના કારણે ટાયર ફેલ થઈ ગયા. પાયલોટે તાત્કાલિક કોચીન એરપોર્ટને જાણ કરી અને Emergency landing માટે પરવાનગી માંગી.

Top Stories India Breaking News
Emergency landing

New Delhi: દિલ્હીથી મુંબઈ જવા માટે ઉડાન ભરેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-887, ટેકનિકલ ખામીને કારણે અચાનક Emergency landing કરાવ્યું. વિમાનને મુંબઈ વાળવાને બદલે, પાયલોટે દિલ્હી એરપોર્ટ પર પાછું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરાવ્યું. સદનસીબે, બધા મુસાફરો દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.

પાયલોટે તાત્કાલિક કરાવ્યું Emergency landing

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-887 (બોઈંગ 777-300ER) સોમવારે સવારે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, વિમાનના એન્જિન નંબર 2 માં તેલનું દબાણ શૂન્ય થઈ ગયું. પરિણામે, પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) માટે અધિકારીઓનો સંપર્ક કર્યો. ઈમરજન્સી (Emergency)ની માહિતી મળતાં, એરપોર્ટ સ્ટાફે ઈમરજન્સી માટે તૈયારીઓ શરૂ કરી. થોડા સમય પછી, સવારે 7:47 વાગ્યે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. દિલ્હીમાં અચાનક ઉતરાણ થવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો, પરંતુ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

337 મુસાફરો સવાર 

દિલ્હીથી મુંબઈ જવા માટે ઉડાન ભરેલી એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં આશરે 337 મુસાફરો હતા. અચાનક ખામી સર્જાતાં, ફ્લાઈટને દિલ્હીમાં Emergency landing કરવાની ફરજ પડી હતી. આનાથી કેટલાક મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે, બધાને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિના અહેવાલ નથી.

તાજેતરના સમયમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ્સમાં ઘણી વખત ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ વર્ષની શરૂઆતમાં, લંડન માટે ઉડાન ભર્યાના થોડા સમય પછી અમદાવાદમાં એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં લગભગ 250 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એક મુસાફર સિવાય બધાના મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી

આ પણ વાંચો:એર ઈન્ડિયા ફ્લાઈટ AI117નું બર્મિંઘમમાં ઈમરજન્સી લેન્ડિંગ,RAT સિસ્ટમની ખામી

આ પણ વાંચો:ઈન્ડિગો વિમાનનું એક એન્જિન ફેલ, દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ