દુનિયામાં એવા લોકો પણ છે કે જે પોતાનાં પાલતું જનાવરો માટે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરતાં હોય છે. પણ શું કોઈ પાલતું જાનવર માટે પોતે આત્મહત્યા કરી શકે? મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. અહી એક છોકરીએ તેનાં પાલતું ઉંદરના મૃત્યુ થયા પછી, તેને એવો આઘાત લાગ્યો કે ખુદ મોતનેભેટી ગઈ.
આં ઘટના અયોધ્યા નગરની છે, જ્યાં એક છોકરીએ પોતાના પાલતું ઉંદરના મોત પછી, પોતે આત્મહત્યા કરી લીધી. આ ઘટના વિશે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

દીવ્યાંશી રાઠોડના પિતાએ જણાવ્યું કે, તેણે પાલતું જાનવરનો ખુબ જ શોખ હતો. દીવ્યાંશી ધોરણ ૭માં ભણે છે તેના પિતાએ 2 જ દિવસ પહેલાં તેણે એક સફેદ ઉંદર ગીફ્ટમાં આપ્યો હતો. તેને એ ઉંદર પ્રત્યે ખુબ જ લગાવ થઈ ગયો હતો. 2 દિવસ પહેલા દીવ્યાંશી ના પાલતું ઉંદરનું મોત થઈ ગયું. તેના પિતાએ તે ઉંદરને બહાર ફેંકી દેવાનું કહ્યું પણ તેને ના પાડી. દીવ્યાંશીએ એ ઉંદરની કબર ઘરમાં બનાવી અને તે કબરને ઉપર ફૂલો થી તેને સજાવી.

પોલીસના કહેવા મુજબ દીવ્યાંશીની મમ્મી એ દિવસે તેના ફ્રેન્ડસ સાથે ફોન પર વાત કરી રહી હતી. ઘરમાં તેના પિતા પણ હાજર હતાં. દીવ્યાશીએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને તેને ફાંસી લગાવી દીધી હતી.
