Not Set/ ICC એવોર્ડમાં વિરાટ કોહલીએ કાયમ કરી બાદશાહત, આ ત્રણ પુરસ્કાર પર માર્યું મેદાન

દુબઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા એવોર્ડમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો જલવો બતાવ્યો છે અને ત્રણ એવોર્ડ પર કબ્જો કર્યો છે. ICC દ્વારા જાહેર કરાયેલા એવોર્ડમાં વિરાટ કોહલીને ટેસ્ટ અને વન-ડે ટીમ ક્રિકેટર ઓફ ધ ઈયર – ૨૦૧૮ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોહલીને ક્રિકેટર ઓફ ધ ઈયરનો પણ […]

Top Stories Trending Sports

દુબઈ,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા એવોર્ડમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો જલવો બતાવ્યો છે અને ત્રણ એવોર્ડ પર કબ્જો કર્યો છે.

ICC દ્વારા જાહેર કરાયેલા એવોર્ડમાં વિરાટ કોહલીને ટેસ્ટ અને વન-ડે ટીમ ક્રિકેટર ઓફ ધ ઈયર – ૨૦૧૮ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોહલીને ક્રિકેટર ઓફ ધ ઈયરનો પણ એવોર્ડ જાહેર કરાયા છે.

વર્ષ ૨૦૧૮માં વિરાટ કોહલીના ફોર્મની વાત કરવામાં આવે તો, તેઓએ કુલ ૩૭ મેચોની ૪૭ ઇનિંગ્સમાં ૬૮.૩૭ના એવરેજથી ૨,૭૩૫ રન બનાવ્યા છે, જેમાં કુલ ૧૧ સેન્ચુરી અને ૯ ફિફ્ટી ફટકારી છે.

વિરાટ કોહલી ઉપરાંત ભારતના સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને વર્ષ ૨૦૧૮નો ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ ઈયર જાહેર કરાયો છે.

https://twitter.com/ICC/status/1087589475860049920

જયારે ઓસ્ટ્રેલિયાના વર્તમાન કેપ્ટન એરોન ફિન્ચને ICC ટી-૨૦ પરફોર્મન્સ ઓફ ધ ઈયર, ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ આપવામાં આવશે.

આ ઉપરાંત ઇન્ટરનેશનલ કિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ ૨૦૧૮ની મેન્સ ક્રિકેટ વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ICCએ જાહેર કરેલી આ ટીમમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે અન્ય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. કોહલીને વન-ડે અને ટેસ્ટ ટીમ એમ બંને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

https://twitter.com/ICC/status/1087576149658611712

વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને ICCની બંને ટીમમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રોહિત શર્મા અને કુલદીપ યાદવનો ODI ટીમમાં તેમજ ઋષભ પંતનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.