રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના મહીસાગરના લુણાવાડા ના અરીઠા ગામ પાસેની છે. લુણાવાડા નજીક જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. તો ટેમ્પોમાં સવાર અન્ય 22 જેટલા લોકોને ઈજા પહોંચી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડા માં આજે લગ્નમાં જઈ રહેલી જાનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે આ ઘટનામાં 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારાવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોસીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઘાયલ લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. જોકે, અચાનક બનેલી આ ઘટનામાં મોતને કારણે પરિવારમાં રોકકળ મચી ગઇ હતી. હાલ મૃતકોનાં નામ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં પણ આવો જ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત સર્જાતા ઘટનાસ્થળે રોકકળ મચી ગઇ હતી. આખું પરિવાર હિબકે ચઢ્યું હતુ. મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતના આ ગામમાં દારૂ અને ગુટકા વેચતા પકડાયા તો ભરવો પડશે આટલો દંડ
આ પણ વાંચો:ભરૂચ તાલુકાના કાસદ અને મહુદલા ગામની સીમમાંથી અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર
આ પણ વાંચો:ભરૂચ SOG પોલીસે સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરના કાળા કારોબારનો કર્યો પ્રર્દાફાશ
આ પણ વાંચો:અગ્નિની સાક્ષીએ શરૂ કરેલું લગ્નજીવન દીવાસળી ચાંપી પૂરું કર્યું
