SOG ભરૂચમાં સબસીડીવાળું ખાતર ખાનગી રીતે વેચતા એક શખ્સની એસઓજીએ ધરપકડ કરી છે, આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસારભરૂચ શહેરમાં સરકારી સબસીડીવાળું ખાતર ખાનગી રીતે વેચાઈ રહ્યું હોવાની માહિતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસને મળી હતી.હેમંતભાઇ વિનોદભાઇ પાનવાલા, રહે.એ/૪૦૩ સાંઇધામ રેસીડેન્સી, એબીસી ચોકડી પાસે ગ્રીનરી રેસ્ટોરન્ટની પાછળ, ભરૂચ પોતે ખેડુત ન હોય તેમજ સરકારી સબસીડીવાળું ખાતર રાખવા કે વેચાણ કરવાનું લાયસન્સ ન હોવા છતા ખાનગી રાહે ખાતર વેચાણ કરતો હોય તેમ જાણવા મળ્યું હતું.
આ મામલે એસ.ઓ.જી.(SOG )પોલીસે રેડ કરતાં ૨૨૪ નંગ ખાતર બોરી જેની કિ.રૂ.૬,૧૬,૦૦૦/- તથા ખાતર તથા મીઠું મિક્ષ કરેલ બોરી નંગ-૨૯ કિ.રૂ. ૩,૭૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આવશ્યક ચીજવસ્તુ ધારા કલમો મુજબ ગુનો દાખલ કરી તપાસ દરમ્યાન સબસીડીવાળા શસાયણીક ખાતર ચિંતન એગ્રો અંકલેશ્વરથી મેળવી ઔદ્યોગિક એકમોને વેચાણ કરતો હતો.
ઉલ્લેખનીય છે કેSOG પોલિસે 11.29 લાખ ઉપરાંતના સરકારી ખાતરના મુદ્દામાલ સાથે કરી એક ની અટકાયત કરી છે આરોપી ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી કરતો હતો ઉદ્યોગોમાં સપ્લાયસરકારી સબસીડીવાળા રાસાયણીક ખાતરને બારોબાર ઔદ્યોગિક એકમને વેચાણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચમાં સબસીડીવાળું ખાતર ખાનગી રીતે વેચતા એક શખ્સની એસઓજીએ ધરપકડ કરી છે, આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે