Jamnagar/ રાજયકક્ષાના મંત્રી અને બે ધારાસભ્ય સહિત ૧૮ને લાલપુર કોર્ટે આપી મોટી રાહત

જામનગર જીલ્લાની લાલપુર કોર્ટે રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી સહીત 18 વ્યક્તિઓને મોટી રાહત આપી છે. રાજ્યકક્ષાના મંત્રી અને બે ધારાસભ્યો સહીત 20 વ્યક્તિઓ વિરુદ્ધ લાલપુર કોર્ટમાં  IPC કલમ ૧૪૩ ના ભંગનો કેસ ચાલી રહ્યો હતો.

Gujarat Others
hakubha, raghavji patel
  • જિલ્લાની લાલપુર કોર્ટમાં ચાલતો કેસ પાછો ખેંચાયો
  • IPC કલમ ૧૪૩ ના ભંગનો કેસ સરકારે આજે પાછો ખેંચ્યો
  • સરકારી વકિલે કોર્ટમાં અરજી કરતા મળી મંજૂરી
  • સરકારી વકિલ વનરાજસિંહ સોઢાને મળી મંજૂરી
  • કોંગ્રેસમાં રહી આંદોલન કરનાર વર્તમાન રાજયમંત્રી સહિત 20 આરોપી હતા
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજી પટેલ, અને વિક્રમ માડમ સહિત 20 આરોપી હતા
  • બે આરોપીનું થઇ ચુકયુ છે અવસાન
  • એક આરોપી બીમાર જ્યારે અન્ય ૧૭ આરોપીઓ રહ્યા હતા હાજર

જામનગર જીલ્લાની લાલપુર કોર્ટે રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી સહીત 18 વ્યક્તિઓને મોટી રાહત આપી છે. રાજ્યકક્ષાના મંત્રી અને બે ધારાસભ્યો સહીત 20 વ્યક્તિઓ વિરુદ્ધ લાલપુર કોર્ટમાં  IPC કલમ ૧૪૩ ના ભંગનો કેસ ચાલી રહ્યો હતો.

સરકારી વકીલ વનરાજસિંહ સોઢાએ આ કેસ બાબતે અરજી કરી હતી. સરકારી વકિલ વનરાજસિંહ સોઢાને મંજુરી મળી છે. અને સરકારે આ કેસ પાછો ખેચ્યો છે. કોંગ્રેસમાં રહી આંદોલન કરનાર વર્તમાન રાજયમંત્રી સહિત 20 આરોપી હતા. જેમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજી પટેલ, અને વિક્રમ માડમ સહિત 20 આરોપી હતા. જેમાં બે આરોપીનું અવસાન થઇ ચુકયુ છે. એક આરોપી બીમાર જ્યારે અન્ય ૧૭ આરોપીઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.