દેશમાં લોકોએ હવે કાયદાને હાથમાં લેવાનું શરૂ કરી દીધુ છે. કોઇ પણ પ્રકારનાં ડર વિના કોઇને પણ જાહેરમાં સજા આપવી જાણે દેશવાસીઓનું કર્તવ્ય હોય તેવુ છેલ્લા ઘણા સમયથી દેખાઇ રહ્યુ છે. તાજતરમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જે એકવાર ફરી દેશમાં રહેલા લોકોની માનસિકતાને દર્શાવી રહ્યો છે. અહી બે પ્રેમી પંખીડાઓને પ્રેમ કરવાની જાહેરમાં સજા આપવામાં આવી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બે પ્રેમીઓને પ્રેમ કરવાની અમાનવીય સજા આપવામાં આવી છે. ઘટના અરવલ્લીનાં સુદૂરનાં ગ્રામીણ અંચલની હોવાનુ સામે આવી રહ્યુ છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો મુજબ બે પ્રેમીઓને પ્રેમ કરવાની સજા ફટકારવામાં આવી છે. આ વીડિયો મુજબ બંન્ને એક-બીજાને જુત્તાનો હાર પહેરાવી રહ્યા છે સાથે એકબીજાનું મોઢું પણ કાળુ કરી રહ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે કે આ સજા ગામનાં લોકોની હાજરીમાં તેમના પરિવારજનો દ્વારા આપવામાં આવી હતી. જાહેરમાં આપવામાં આવેલી આ સજાનો વીડિયો હવે વાયરલ થઇ ગયો છે. આ વીડિયો ત્યા હાજર રહેલા લોકોએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
