In Vadodara/ વડોદરામાં જૂથ અથડામણ થતાં ત્રણ જણા ઘાયલ

હાલમાં સરકાર તરફી ફરિયાદ લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ઘટનાસ્થળના વિડીયો ફૂટેજ, અન્ય પુરાવા તથા બનાવને નજરે જોનારા સહિતની માહિતી એકઠી કરીને તપાસ હાથ ધરશે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવમાં….

Top Stories Gujarat

@ નિકુંજ પટેલ

Vadodara News: વડોદરામાં નજીવી બાબતે બે કોમના લોકો વચ્ચે ઝઘડો થતા સામસામે પથ્થરમારો થયો હતો. આ બનાવમાં ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળે નહી તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સંદર્ભે પોલીસે સરકાર તરફથી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ વડોદરાના એકતાનગરમાં બે અલગ અલગ કોમના જૂથ વચ્ચે માઈક વગાડવા બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં ઝઘડો વધી જતા સામે સામે પથ્થરમારો થતા પરિસ્થિતી વણસી હતી. આ બનાવમાં ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

હાલમાં સરકાર તરફી ફરિયાદ લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ઘટનાસ્થળના વિડીયો ફૂટેજ, અન્ય પુરાવા તથા બનાવને નજરે જોનારા સહિતની માહિતી એકઠી કરીને તપાસ હાથ ધરશે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવમાં સંડોવાયેલા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે, એમ પોલીસે વધુમાં જણાવ્યું હતું.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના