Bharuch news/ આંગણવાડીની બહેનોને ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિને લઈને ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

35 થી વધુ મહિલાઓએ ભરૂચ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

Top Stories Gujarat

Bharuch News : ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેના કારણે બહેનોમાં ભયના માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે.ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે.આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં સીમ કાર્ડના પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.

એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનો ન્યૂડ કોલ કરવામાં આવી રહ્યા હતા જેને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે આંગણવાડી મહિલાઓને વિડીયો કોલ કરી પ્રાઇવેટ પાર્ટ બતાવી હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી જેને કારણે આગણવાડીની બહેનોમાં ભયનો માહોલ છવાયો છે.આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હતું

આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનના ઉપપ્રમુખને રાગિણી પરમાર જણાવ્યું હતું કે આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી.જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 7717542901 પરથી કોઈ પણ વિડીયો કોલ આવે તો નહી ઉપાડવા માટે પણ અપીલ કરી હતી

સરકાર દ્વારા આપવામાં આવેલા આઇસીડીએસના ફોન ચાલતા નહી હોય મારી બહેનો તેમના ફોનમાં તેના સિમ નાખ્યાં છે પરતું આવી ઘટના કારણે તેઓ ડરી ગઈ છે આ બાબતે આજ રોજ ભરૂચ સાઇબર ક્રાઇમ મા ફરિયાદ નોંધાવવામાં આવી છે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમોને સોંપી દેવો જોઈએ તેનો ઈલાજ બરાબર કરવામાં આવશે.

આંગણવાડી બહેનોની માગ છે કે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેને પગલે આજ રોજ આંગણવાડીની મહિલાઓ દ્વારા ભરૂચ સાઈબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Nadiad News/અમુલની 2020ની ચૂંટણીમાં ભાજપના નેતાઓ પર લાગ્યો તેમનાજ ઉમેદવારોને હરાવવાનો આક્ષેપ

આ પણ વાંચો: અમુલ અમેરિકા પછી યુરોપમાં પ્રવેશવા તૈયાર

આ પણ વાંચો: Ahmedabad News/તિરૂપતિ મંદિરમાં લાડુમાં વપરાયેલ એનિમલ ફેટવાળુ ઘી અમુલનું હોવાનું જણાવી