Bhavnagar News/ ભાવનગરના ભાજપના નેતા યોગેશ બદાણીની પોસ્ટથી વિવાદ સર્જાયો

ભાવનગરના ભાજપના નેતા યોગેશ બદાણીની પોસ્ટથી વિવાદ સર્જાયો છે. તેમણે સોશિયલ મીડિયામાં લખી કાઢ્યું હતું કે ભાજપ હટાવો દેશ બચાવો.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરના ભાજપના નેતા યોગેશ બદાણીની પોસ્ટથી વિવાદ સર્જાયો છે. તેમણે સોશિયલ મીડિયામાં લખી કાઢ્યું હતું કે ભાજપ હટાવો દેશ બચાવો. તેના 13 મિનિટ પછી યોગેશ બદાણીએ પોસ્ટ ડીલીટ કરી હતી. આ વિવાદ બાદ યોગેશ બદાણીએ સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા ઓપરેટ કરતાં આવડતું ન હોવાના લીધે ભૂલ થઈ ગઈ હતી. યોગેશ બદાણી ભાવનગર શહેરના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ છે.

તેમણે જણાવ્યું હતું કે હું અગાઉ ભાજપમાં વિવિધ હોદ્દા પર હતો તેમાના એક એકાઉન્ટમાંથી આ પ્રકારનુ ટ્વીટ થયું હતું. મને પણ ખબર ન હતી, પણ મારા એક કાર્યકરે મને ફોન કરીને જણાવ્યું હતું. આના પગલે મેં તરત પોસ્ટ ડીલીટ કરી હતી. હવે સવાલ એ છે કે આ પોસ્ટ મેં કરી ન હતી, પણ મારા પ્રત્યે કોઈ કિન્નાખોરી ધરાવનારે તે કરી હોઈ શકે.

આ ઉપરાંત તેમણે તેમનું આ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હોવાની પણ સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે આ તપાસનો વિષય છે. હું પોતે પણ તપાસ કરીશ અને તપાસ કરાવીશ પણ ખરો. હું પોતે આટલા વર્ષોથી ભાજપમાં છું, તેથી મને જાણનારાઓને તો ખબર જ છે કે મેં આવી પોસ્ટ કરી ન હોય.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Bhavnagar News/મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: Bhavnagar News/કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ