Bharuch News/ ભરૂચના આમોદમાં રાહદારી ખુલ્લી ગટરમાં ખાબક્યો

ભરૂચમાં આમોદ ખાતે રસ્તે ચાલતો રાહદારી ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આમોદમાં આ ઘટના તિલક મેદાન પાસે આવેલ અતુલ બેકરી સામે બની હતી. આમોદમાં ખુલ્લી ગટરો માથાના દુઃખાવા સમાન બની હતી.

Gujarat Others Breaking News

Bharuch News: ભરૂચમાં આમોદ ખાતે રસ્તે ચાલતો રાહદારી ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આમોદમાં આ ઘટના તિલક મેદાન પાસે આવેલ અતુલ બેકરી સામે બની હતી. આમોદમાં ખુલ્લી ગટરો માથાના દુઃખાવા સમાન બની હતી.

આશ્ચર્યની વાત એ છે કે ખુલ્લી ગટર હોવા છતાં તેની આગળ એકપણ સાઇન બોર્ડ મૂક્યુ ન હતું. તેના કારણે શું કોઈપણ રાહદારીને ખબર ન પડે કે આગળ શું છે. સદનસીબે રાહદારી બચી ગયો, પરંતુ નગરપાલિકાએ તો આ પ્રકારની ખુલ્લી ગટરો લોકો માટે મોતનો પરવાનો બની ગઈ છે. રાહદારી નગરપાલિકાના વાંકે મોતને ભેટ્યો હોત.

અહીં ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં દાયકા કરતાં પણ પહેલા એટલે કે છેક 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના આજે પણ અધૂરી છે. નગરપાલિકાએના મંથર ગતિના કામકાજે લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે. નગરપાલિકા હજી માંડ 30 કે 35 હજાર લોકોને જ જોડાણ પૂરા પાડી શકી છે. શહેરના કેટલાય વિસ્તારો અને સોસાયટીઓમાં આજે પણ ગટરનું કામ શરૂ થયું નથી.

આશ્ચર્યની વાત તો એ છે કે ગટર ન હોવા છતાં પણ નગરપાલિકાએ ગટર વેરાના 500 રૂપિયાની નોટિસ પણ નગરવાસીઓને પાઠવી હતી. આના લીધે બધા ગુસ્સે ભરાયા હતા. તેની સાથે સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો.  આ પ્રકારના બનાવ બતાવે છે તે નગરપાલિકાનું તંત્ર લોકોના જીવનને લઈને કેટલું બેપરવા છે. આ પ્રકારની ખુલ્લી ગટર જાણે મોતની કબર હોય તેવી સ્થિતિ છે. આવા કબ્રસ્તાન તો શહેરમાં ઠેર-ઠેર ખોદેલા છે. શું તંત્ર લોકોને અહીં રસ્તે ચાલતા-ચાલતા જીવતા દફન થવાની ફરજ પાડશે. માનવ જીવનનું મૂલ્ય તંત્ર ક્યારે સમજશે. આજે લોકો છે તો તંત્ર છે, તંત્ર છે તો લોકો નથી તે વાત તંત્રને ક્યારે સમજાશે. આટલા-આટલા વર્ષ પછી ગટર જેવી મૂળભૂત સગવડ પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલું તંત્ર પછી સુશાસનના બણગા ફૂંકશે તો આ બણગા કેટલી હદ સુધી ચાલશે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Bharuch news/આંગણવાડીની બહેનોને ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિને લઈને ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ભરૂચ GIDC બની ભ્રષ્ટાચારીઓનો અડ્ડો, એકસાથે 30 અધિકારીની બદલી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું