Ahmedabad News/ ગુજરાત બોર્ડનાં ધો.10-12નાં પરિણામ પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલાં આવવાની શક્યતા

ગુજરાતના હજારો શિક્ષકો દિવસ-રાત મહેનત કરે છે, જેના કારણે ગુજરાતનું પરિણામ સારું આવી રહ્યું છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : આ વર્ષે ધોરણ 10 અને ધો.12 ની પરીક્ષા વેહલી પુરી થઈ હતી. જેને કારણે પરીક્ષાના રિઝલ્ટ પણ વહેલા આવશે, એમશિક્ષણનંત્રી પિરફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું.શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલાં જાહેર થયાં હતાં, આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે. મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી શક્યતા છે. આ ઉપરાંત બોર્ડનાં પરિણામ પર ટિપ્પણી કરનાર કેજરીવાલ. અને અખિલેશ યાદવ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભગવાન બન્નેને સદબુદ્ધિ આપે, બંને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જલદી પ્રવેશ મેળવી શકે. બોર્ડ દ્વારા આયોજનપૂર્વક જ પરીક્ષા વહેલી લેવામાં આવી હતી.શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતાં વહેલાં પરિણામ આપવામાં આવ્યાં હતાં.

આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, જેથી વહેલાં પરિણામ આવશે.અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ X પર ગુજરાતના બોર્ડનાં પરિણામને લઈને જે ટિપ્પણી કરી હતી એ મામલે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના હજારો શિક્ષકો દિવસ-રાત મહેનત કરે છે, જેના કારણે ગુજરાતનું પરિણામ સારું આવી રહ્યું છે. અખિલેશ યાદવ અને કેજરીવાલ ખોટું બોલીને પરિણામ અંગે વાહિયાત વાતો કરે છે. વિદ્યાર્થીઓનું માનસિક બળ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખોટી વાતોથી ગુજરાતની રાજકીય બદનામી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી જ્ઞાન, ગુરુ અને વિદ્યાનું અપમાન થયું છે. ભગવાન બંનેને સદબુદ્ધિ આપે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સંમેલન પછી, રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પહોંચશે અને ‘નવી કોંગ્રેસ’ બનાવવાનું શરૂ કરશે

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 2027 માટે બનાવ્યો આ માસ્ટરપ્લાન, ગુજરાતથી ભાજપને આપશે પડકાર

આ પણ વાંચો:સાવરકર અંગે આવું કેમ કહ્યું, રાહુલ ગાંધી કોર્ટમાં આપશે પુરાવા: મંજૂરી મળી