Patan News : રાધનપુરમાં રિક્ષા અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવની વિગત મુજબરાધનપુર-મહેસાણા રોડ પર, સેવા સદન સામેના વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા અને આઈસર ટેમ્પો વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આજે રાધનપુર નજીક કમકમાટીભર્યા અકસ્માતમાં એક જ પરિવારના માતા-પુત્ર સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાધનપુરથી વરણા જઈ રહેલી રીક્ષાની ટક્કર ટેમ્પો સાથે થઈ હતી. જેથી રીક્ષાના કૂરચેકૂરચા ઉડી ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં 30 વર્ષીય વિરામભાઈ, 12 વર્ષીય આશિષ અને 55 વર્ષીય ગાલાબેન રામજીભાઈનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.રીક્ષા રાધનપુરથી વરણા જતી હતી અને અકસ્માત સર્જાયો હતો. . આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકોમાં આશિષ પોપટભાઈ નિરાશ્રિત ઠાકોર, ઉંમર 12 વર્ષ, વિરમભાઈ રામજીભાઈ નિરાશ્રિત ઠાકોર અને ગલાલબેન રામજીભાઈ નિરાશ્રિત ઠાકોરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના પાંથવાડા પંથકમાં ગોઝારા અકસ્માતમાં યુવકયુવતી બેના મોત
આ પણ વાંચો:પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત,હાલોલ નજીક બાઈક-એક્ટિવાની ટક્કરમાં દંપતીનું મોત, એકને ગંભીર ઈજા
આ પણ વાંચો:મોસ્કોમાં વિમાન ક્રેશ, ચારના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત
