Banaskantha News/ બનાસકાંઠાના પાંથવાડા પંથકમાં ગોઝારા અકસ્માતમાં યુવકયુવતી બેના મોત

બનાસકાંઠાના પાંથાવાડા પંથકમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં યુવક અને યુવતી બંનેના મોત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંનેના માથા છૂંદાઈ ગયા હતા.

Gujarat Top Stories Others Breaking News

Banaskantha News:  બનાસકાંઠાના પાંથાવાડા પંથકમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં યુવક અને યુવતી બંનેના મોત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંનેના માથા છૂંદાઈ ગયા હતા.

બનાસકાંઠાનાગુંદરી હાઈવે પર સર્જાયેલા કમકમાટીભર્યા અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવક-યુવતી બંનેના મોત થયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંનેના માથાના ફૂરચા ઉડી ગયા હતા. આ બનાવના પગલે સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108ને તરત જાણ કરી હતી. પણ અકસ્માત એટલો બયંકર હતો કે બંનેના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા અને 108 આવી પહોંચી તે પહેલા જ તેમનું મોત થઈ ગયુ હતુ.

બનાવના પગલે પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પંચનામુ કર્યુ હતુ અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ બંને યુવક-યુવતી કોણ હતા તેની પણ શોધખોળ આદરી છે. પોલીસનું માનવું છે કે આ યુવક અને યુવતી સ્થાનિક જ હશે અને તેની ટૂંક સમયમાં ખબર પડી જશે. પોસ્ટમોર્ટમ પછી તેમના સગાઓને તેમનો મૃતદેહ સોંપી દેવામાં આવશે.

તેની સાથે પોલીસે તેમને ટક્કર મારનારા અજાણ્યા વાહનની પણ શોધખોળ શરૂ કરી છે. આ માટે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધવાનું પોલીસે શરૂ કર્યુ છે. પોલીસનું માનવું છે કે ડ્રાઇવરે જે રીતે ટક્કર મારી છે તે જોતાં તે કદાચ નશામાં વાહન ચલાવતો હોય તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત આટલી જોરદાર ટક્કરના કારણે તેના વાહનને પણ નુકસાન ચોક્કસ થયું હશે. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજની સાથે-સાથે તે વિસ્તારના ગેરેજોમાં પણ આવેલા નુકસાન પામેલા વાહનોની તપાસ આરંભી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Banaskantha News/બનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં દામા ગામનાં તળાવમાંથી નવજાત શિશુ મળી આવતાં ચકચાર

આ પણ વાંચોઃ બનાસકાંઠા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી