Banaskantha News/ બનાસકાંઠામાં દામા ગામનાં તળાવમાંથી નવજાત શિશુ મળી આવતાં ચકચાર

બનાસકાંઠામાં વધુ એકવાર નવજાત શિશુને તરછોડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાનાં ડીસાનાં દામા ગામમાં આવેલ તળાવ પાસે નવજાત શિશુ મળી આવતા લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી

Top Stories Gujarat Others

Banaskantha News: બનાસકાંઠામાં વધુ એકવાર મમતા શર્મસાર થઈ છે. ડીસાનાં દામા ગામના તળાવમાં નવજાત શિશુ (New born baby) મળતાં લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી છે. નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે. પોલીસે માતાપિતાની શોધ શરૂ કરી છે.

બનાસકાંઠામાં વધુ એકવાર નવજાત શિશુને તરછોડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાનાં ડીસાનાં દામા ગામમાં આવેલ તળાવ પાસે નવજાત શિશુ મળી આવતા લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, આરોગ્ય વિભાગ દ્વારા નવજાત શિશુને ડીસા સિવિલમાં ખસેડાયું છે. નવજાત શિશુ હાલ ડીસા સિવિલમાં સઘન સારવાર હેઠળ છે, ગ્રામજનોએ સમગ્ર મામલે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરાઈ છે, પોલીસ શિશુનાં વાલીની શોધખોળ હાથ ધરી છે.

નડિયાદ (Nadiad) માતૃ છાયા અનાથાશ્રમ (Orphanage)ની બહાર એક અજાણ્યા વ્યક્તિએ એક નવજાત બાળકને પારણામાં છોડી દીધું હોવાનું માતૃછાયા આશ્રમના કર્મચારીઓને જાણ થતાં ચકચાર મચી ગઈ હતી. કર્મચારીઓને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.

નડિયાદ પોલીસે હવે નવજાત શિશુને કોણે ત્યજી દીધું તેની તપાસ શરૂ કરી છે. આ મામલે નડિયાદના વૈશાલી રોડના રહેવાસી સંદીપભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં નીલકંઠ મહાદેવ પાસે આવેલા માતૃછાયા અનાથાશ્રમમાં અધિક્ષક તરીકે કાર્યરત છે. 10 માર્ચ, 2025 ના રોજ, સવારે 6:45 વાગ્યે તેમને ખબર પડી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ સંસ્થાના મુખ્ય દરવાજાની બહાર પારણામાં નવજાત બાળકને છોડી દીધું છે, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. તેથી જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે તેમને લગભગ સાત દિવસનું એક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નડિયાદની શર્મસાર ઘટના! સાત દિવસનાં નવજાત શિશુને અનાથ આશ્રમમાં છોડી દીધું

આ પણ વાંચો:પિતા જન્મ પ્રમાણપત્ર લેવા ગયા…નવજાત શિશુઓ હુમલામાં હોમાઈ ગયા