Kheda News/ નડિયાદની શર્મસાર ઘટના! સાત દિવસનાં નવજાત શિશુને અનાથ આશ્રમમાં છોડી દીધું

તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. તેથી જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે તેમને લગભગ સાત દિવસનું એક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું.

Top Stories Gujarat Others

Kheda News: ગઈકાલે સવારે નડિયાદ (Nadiad) માતૃ છાયા અનાથાશ્રમ (Orphanage)ની બહાર એક અજાણ્યા વ્યક્તિએ એક નવજાત બાળકને પારણામાં છોડી દીધું હોવાનું માતૃછાયા આશ્રમના કર્મચારીઓને જાણ થતાં ચકચાર મચી ગઈહતી. કર્મચારીઓને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.

નડિયાદ પોલીસે હવે નવજાત શિશુને કોણે ત્યજી દીધું તેની તપાસ શરૂ કરી છે. આ મામલે નડિયાદના વૈશાલી રોડના રહેવાસી સંદીપભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં નીલકંઠ મહાદેવ પાસે આવેલા માતૃછાયા અનાથાશ્રમમાં અધિક્ષક તરીકે કાર્યરત છે. 10 માર્ચ, 2025 ના રોજ, સવારે 6:45 વાગ્યે તેમને ખબર પડી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ સંસ્થાના મુખ્ય દરવાજાની બહાર પારણામાં નવજાત બાળકને છોડી દીધું છે, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. તેથી જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે તેમને લગભગ સાત દિવસનું એક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું.

તેમણે અન્ય સ્ટાફ સાથે બાળકને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. અને જ્યારે સંદીપભાઈએ આ બાબતની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને કરી, ત્યારે પોલીસે બાળકને ત્યજી દેનારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે.

ભાવનગરમાં ડી-માર્ટ પાસેથી બાવળની કાંટાળી વાળમાંથી નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને અવાવરું જગ્યામાં ફેંકી નિષ્ઠુર જનેતા ફરાર થઈ ગઈ હતી. વહેલી સવારે રાહદારીને ધ્યાને આવતા 108ને બોલાવી હતી. 108 દ્વારા બાળકીને સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નવજાતને તરછોડવાની અગાઉ પણ અનેક ઘટના બની છે. ભાવનગર પોલીસે બાળકીના માતા-પિતાને શોધવા તપાસ હાથ ધરી છે. નવજાત બાળકીને કોણ મૂકી ગયું હશે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.

અગાઉ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 6 પર લોકશક્તિ ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બાળકીને એમ્બ્યલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જનરલ ડબ્બામાં બેગમાંથી બાળકી મળી આવતા તેના માતા-પિતા કોણ છે અને તેને અહીં કોણ લાવ્યું તેની પોલીસ તપાસ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં શર્મસાર કરતી ઘટના, માતાએ નવજાત બાળકીને તરછોડી દીધી!

આ પણ વાંચો:સુરતમાં કચરામાં ફેંકાયેલ નવજાતનું મોત, માતા સગીર નીકળી

આ પણ વાંચો:બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મળી આવ્યું નવજાત જીવિત શિશુ