National News: આ સમયે દેશભરમાં હવામાનની (Weather) વિવિધતા જોવા મળી રહી છે. એક તરફ ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) હિમવર્ષા (Snowfall) અને વરસાદ જોવા મળી રહ્યો છે.હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારતનું હવામાન સંપૂર્ણપણે બદલાઈ જશે. એવી અપેક્ષા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના હિમાલય વિસ્તારમાં 12 માર્ચથી જોવા મળી શકે છે.
રાજકોટમાં સૌથી વધુ તાપમાન
છેલ્લા 24 કલાકમાં જમ્મુ ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ જોવા મળ્યો છે. આ સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ અને કેરળમાં પણ ભારે વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત છે.
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 10 અને 12 માર્ચ દરમિયાન, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 11 અને 12 માર્ચે, વિદર્ભમાં 11 અને 13 માર્ચે અને ઓડિશામાં 13 અને 14 માર્ચે ગરમીની સ્થિતિ જોવા મળી શકે છે.
રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ ઈરાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે આગામી દિવસોમાં તેની અસર બતાવશે. આ સિવાય રાજસ્થાન, આસામ અને હિંદ મહાસાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન યથાવત છે.10 થી 16 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 12 થી 15 માર્ચ સુધી વરસાદ પડશે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી 3 દિવસમાં આ ભાગમાં તાપમાન વધી શકે છે, પરંતુ તે પછી તેમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.
આ રાજ્યોમાં ભારે વરસાદ થશે
હવામાન વિભાગે તામિલનાડુમાં 11 માર્ચે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે.ઉત્તર ભારતની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 13 અને 14 માર્ચે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વીજળી અને ગર્જનાને લઈને ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો:દિલ્હી-NCRમાં ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો, પર્વતો પર હિમવર્ષા અને વરસાદ શરૂ