Vadodara News:વડોદરામાં શહેરની નજીક આવેલા અણખોલ ગામની સીમમાં ગટર લાઇનના કામ દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની છે. વુડાના 18 કિમી લાંબા ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટમાં કામ કરતા પ્રોજેક્ટ મેનેજર અને લાઇનમેન ગટરની ચેમ્બરમાં બેભાન થઈને મૃત્યુ પામ્યા છે.લાઇનમેનને બચાવવા માટે પ્રોજેક્ટ મેનેજર પણ ચેમ્બર (Sewer Chamber Death)માં ઉતર્યા હતા, પરંતુ તે પણ ગેસીયસ વાતાવરણનો શિકાર બની ગયા. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની લાપરવાહી અને પ્રોજેક્ટની ધીમી ગતિના મુદ્દા પર ફરીથી સવાલો ઉઠાવ્યા છે.
આપને જણાવી દઈએ શુક્રવારે બપોરે આ દુર્ઘટના ઘટી હતી. વુડાના કોન્ટ્રાક્ટર ‘જેન્તી સુપર કન્સ્ટ્રક્શન’ના કર્મચારીઓ અણખોલ ગામની સીમમાં હાઇવે નજીક આવેલા હિમાલયા પાર્ટી પ્લોટની બહાર વાહન પાર્કિંગ વિસ્તારમાં ગટર લાઇનની તપાસ કરી રહ્યા હતા. ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ હોવાથી પ્રોજેક્ટ મેનેજર વિપુલભાઈ માંગરોલીયા અને લાઇનમેન અક્ષય ભાભોર ચેમ્બર (Sewer Chamber Death )પાસે પહોંચ્યા હતા.
ગટરની ચેમ્બરમાં થયું મૃત્યુ (Sewer Chamber Death)
સફાઈની કામગીરી માટે પહેલા અક્ષય ભાભોર ગટરની ચેમ્બરમાં ઉતર્યા હતા. અને ઉતર્યા બાદ થોડી જ વારમાં તે બેભાન થઈ ગયા હતા. આ જોઈને તેમને બચાવવા માટે વિપુલભાઈ પણ ચેમ્બરમાં ઉતર્યા. પરંતુ તેઓ પણ ઝેરી વાયુઓનો ભોગ બની ગયા અને બેભાન થઈ ગયા.બીજી જગ્યાએ કામ કરતા અન્ય કર્મચારીઓ જમવાનો સમય થતાં બંનેને શોધવા નીકળ્યા હતા.પાર્કિંગ વિસ્તારની ગટર ચેમ્બર (Sewer Chamber Death)માં બંનેને બેભાન હાલતમાં જોઈને તેઓએ તાત્કાલિક સ્થાનિકો અને પોલીસને જાણ કરી.
બંનેને ચેમ્બર (Sewer Chamber Death)માંથી બહાર કાઢવાનું કામ અત્યંત મુશ્કેલ સાબિત થયું હતું. વિપુલભાઈનું વજન 90 કિલોથી વધુ હોવાથી તેમને ઉપર ખેંચવામાં 1થી 2 કલાકનો સમય લાગ્યો હતો.સ્થાનિકો અને અન્ય કર્મચારીઓએ મળીને રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં બંનેને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય વિપુલભાઈ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. અને તેમની સાથે અક્ષય ભાભોર લાઇનમેન તરીકે કાર્યરત હતા.
