Gujarat Weather/ અંબાલાલ પટેલે કમોસમી વરસાદની વ્યક્ત કરી સંભાવના, ખેડૂતોમાં ચિંતા!

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે 35°C સુધી ગરમી. અંબાલાલ પટેલની ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ (Rain Alert)ની આગાહી.

Top Stories Gujarat Breaking News
Rain Alert

Gujarat Weather:ગુજરાતના વાતાવરણમાં હાલ અજીબોગરીબ પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરના સમયે તાપમાન વધીને ગરમી અનુભવાય છે. આ સ્થિતિને લોકો બેવડી ઋતુ (double season) તરીકે ઓળખાવે છે. હવામાન વિભાગ (IMD) અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહીઓએ ખેડૂતો સહિત સામાન્ય જનતામાં ચિંતા વધારી છે. અંબાલાલે કમોસમી વરસાદ (Rain Alert)ની આગાહી કરી છે.

રાજ્યમાં લઘુત્તમ તાપમાન 14°Cથી 20°C અને મહત્તમ તાપમાન 32°Cથી 35°C આસપાસ નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ 18-19°C અને મહત્તમ 33-34°C.ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 18.8°C નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 14.3°C નોંધાયું છે.

રાજ્યમાં ક્યાં પડશે કમોસમી વરસાદ (Rain Alert)?

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના અનુસાર પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં મોટો પલટો આવશે.આકાશ વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે છાંટા પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે આ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું છે.સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદ (Rain Alert)ની શક્યતા.ફેબ્રુઆરીના મધ્યથી અંત સુધી અથવા ત્રીજા સપ્તાહમાં આ અસર વધુ જોવા મળી શકે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી