Gujarat Weather:ગુજરાતમાં એક તરફ શિયાળાની ઠંડી યથાવત છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી કમોસમી વરસાદ (Rain)ની આગાહીએ ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા, તેજ પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કર્યું છે.

કમોસમી વરસાદ (Rain)ને કારણે લોકો પરેશાન
IMDના મુજબ, મુખ્યત્વે મધ્ય અને ઉત્તર-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. જેમાં વડોદરા, ભરૂચમાં હળવો વરસાદ (Rain) અને વીજળી સાથે છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જ્યારે અરવલ્લી, ખેડામાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વધુ છે. આ સાથે જ આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ખાસ કરીને વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે.

હવામાન વિભાગે અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આ વિસ્તારોમાં વીજળી ચમકવા સાથે 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ગાજવીજ સાથે હળવા વરસાદ (Rain)નું સ્વરૂપ લઈ શકે છે.IMDના અંદાજ મુજબ,આજે (3 ફેબ્રુઆરી) અને આવતીકાલે હળવા વરસાદની શક્યતા રહેશે,પરંતુ 4 ફેબ્રુઆરીથી મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક થઈ જશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જેના કારણે ઠંડીનો માહોલ ચાલુ રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19°C આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 12.5°C નોંધાયું હતું.
આ પણ વાંચો:ખેડૂતોના જીવ અધ્ધર! અંબાલાલ પટેલે ફરી કરી માવઠાની ડરામણી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે કમોસમી વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી માવઠાની આફત! 21 થી 26 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી
