Supreme Court on Indian Soldiers in Russia: રશિયા-યુક્રેન યુદ્ધના મેદાનમાં રશિયન સેના વતી લડતા ભારતીય યુવાનોના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સરકારે અદાલતને જણાવ્યું કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 ભારતીય નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સરકારે એવો દાવો પણ કર્યો છે કે આમાંથી મોટાભાગના લોકો પોતાની મરજીથી યુદ્ધના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરીને ત્યાં ગયા હતા.
સુપ્રીમ કોર્ટમાં સરકારનો પક્ષ
ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો:
26 માંથી 10 ના મોત: ફસાયેલા 26 ભારતીયોમાંથી 10 ના મોત થયા છે. 1 વ્યક્તિ સામે ગુનાહિત કેસ છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ સ્વેચ્છાએ ત્યાં રોકાયેલ છે.
સ્વેચ્છાએ કોન્ટ્રાક્ટ: સરકારે કહ્યું કે આ યુવાનોએ પોતાની મરજીથી કોન્ટ્રાક્ટ સાઈન કર્યા હતા, જોકે કેટલાક એજન્ટોએ તેમને ઉકસાવ્યા હોઈ શકે છે.
પરિવારોનો અસહયોગ: સરકારે કોર્ટમાં ફરિયાદ કરી કે મૃતકોના પરિવારો પૂરતો સહયોગ નથી આપી રહ્યા અને પાર્થિવ દેહ સ્વીકારવા બાબતે પણ વિવાદ કરી રહ્યા છે.
પરિવારોના ગંભીર આરોપો
બીજી તરફ, પરિવારોના વકીલ ઋત્વિક ભનોટે વિદેશ મંત્રાલય પર નિષ્ક્રિયતાના આરોપો લગાવ્યા છે:
ખોટી લાલચ: યુવાનોને નોકરી કે શિક્ષણની ખોટી લાલચ આપીને રશિયા લઈ જવામાં આવ્યા હતા.
પાસપોર્ટ જપ્ત: ત્યાં પહોંચ્યા બાદ તેમના પાસપોર્ટ (Russia)જપ્ત કરી તેમને પરાણે યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
25-26 વર્ષની વિધવાઓ: કોર્ટનું ધ્યાન એ યુવાન પત્નીઓ તરફ દોરવામાં આવ્યું જેઓ માત્ર 25 થી 26 વર્ષની ઉંમરે વિધવા બની ગઈ છે.
DNA સેમ્પલની માંગ અને કોર્ટનો આદેશ
અરજદારોએ મૃતકોની સાચી ઓળખ માટે પરિવારોના DNA સેમ્પલ લેવા માટે કોર્ટને વિનંતી કરી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિદેશ મંત્રાલય (MEA) ને અત્યાર સુધી લીધેલા પગલાં અંગે વિગતવાર ‘સ્ટેટસ રિપોર્ટ’ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મામલાની પૃષ્ઠભૂમિ (Russia)
10 April 2026 ના રોજ સુપ્રીમ કોર્ટે (Russia) આ મામલે કેન્દ્ર સરકાર અને રશિયામાં ભારતીય રાજદૂતને નોટિસ ફટકારી હતી. 26 પરિવારોએ પોતાના સંબંધીઓની સુરક્ષિત વાપસી અને મૃતકોના દેહ પરત લાવવા માટે રાજદ્વારી હસ્તક્ષેપની માંગ કરી છે.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાને આપી ધમકી, ‘નાકાબંધી નહીં હટે તો હોર્મુઝ નહીં ખુલે’, શાંતિ મંત્રણા પર લટકતી તલવાર
આ પણ વાંચો : પચપદરા રિફાઇનરીમાં આગ કે આર્થિક આતંકવાદ? દુનિયાભરમાં રિફાઇનરીઓ કેમ સળગી રહી છે?
આ પણ વાંચો : શું ટ્રમ્પ ભારતીય બાળકોની નાગરિકતા છીનવી લેશે? 16 લાખ ભારતીયો માટે ચિંતાજનક સમાચાર
