Gandhinagar News: રાજ્યમાં રવિવારે પણ માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. કુલ ચાર અકસ્માતમાં પાંચના મોત થયા છે અને પાંચને ઇજા થઈ છે. સાબરકાંઠામાં હાઇવે પર અકસ્માત(Accident) ની વણજાર યથાવત્ છે. ઇડરના બારેલા તળાવ નજીક અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયું છે. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. યુવકનું મોત થતાં કુટુંબમાં આક્રંદ છે. મૃતકને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રેલ્વે લાઇનમાં કામ કરતાં યુવકનું મોત થતાં કુટુંબ આક્રંદ કરી રહ્યુ છે. યુવાનના મોતના લીધે પરિવાર નોંધારો બની ગયો છે.
બોટાદના સાળંગપુર-સેથળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 4ને ઈજાઓ પહોંચી છે. અક્ષય સાથળીયા સહિત અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બરવાળા લઈ જવાયા છે. તો 4 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ શરુ કરી છે.
આણંદના પણસોરા ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવ બન્યા છે. તેમા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બેના ઘટનાસ્થળે મોત થયા છે અને એકને ઇજા થઈ છે. પણસોરા ચોકડી તરફથી નડિયાદ તરફથ જતાં આ ઘટના બની હતી. 108એ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ઉમરેઠ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તેણે અજાણ્યા વાહનચાલકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં પતંગ લૂંટવા દોડતો બાળક ટ્રક નીચે આવી ગયો હતો, સદનસીબે તેનો જીવ બચી ગયો હતો, પરંતુ તેના બંને પગ કપાઈ ગયા હતા. નેશનલ હાઇવે પર બાળકો પતંગ લૂંટતા હતા. તેમા 11 વર્ષનો આનંદ પતંગ લૂંટવા જતાં ટ્રક નીચે આવી ગયો હતો અને ગંભીર રીતે ઇજા પામ્યો હતો. પતંગ લૂંટવાની લહાયમાં બાળકે બંને પગ ગુમાવ્યા હતા. બાળકને ડોક્ટરે અમદાવાદ લઈ જવા જણાવ્યું હતું. તેના પગલે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક અમદાવાદ ખસેડાયો હતો. જો કે હજી પણ હાઇવે પર પતંગ લૂંટવાની ઘટના ચાલુ છે. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ દાખલ કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા
આ પણ વાંચો: રાજ્યમાં બે અકસ્માતમાં ત્રણના મોત, સાબરકાંઠામાં બેના મોત
આ પણ વાંચો: સાબરકાંઠા વડાલીના ધરોદ પરના અકસ્માતમાં એકનું મોત
