Sabarkantha News/ સાબરકાંઠા વડાલીના ધરોદ પરના અકસ્માતમાં એકનું મોત

સાબરકાંઠા વડાલીના ધરોડ પરના અકસ્માતમાં એકનું મોત થયું છે. આ અકસ્માત ધરોડના જૂના ચામુ રોડ પર થયો હતો. અકસ્માત સર્જાતા બાઇક પર સવાર અન્ય લોકોઇજાગ્રસ્ત થયા તા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાંઆવ્યા છે.

Gujarat Others Breaking News
Beginners guide to 68 સાબરકાંઠા વડાલીના ધરોદ પરના અકસ્માતમાં એકનું મોત

Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha) વડાલીના ધરોડ પરના અકસ્માતમાં એકનું મોત થયું છે. આ અકસ્માત ધરોડના જૂના ચામુ રોડ પર થયો હતો. અકસ્માત સર્જાતા બાઇક પર સવાર અન્ય લોકોઇજાગ્રસ્ત થયા તા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાંઆવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘાયલોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નવરાત્રિના ટાણે બાઇક અકસ્માતમાં મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ કરતા હતા.

આ પહેલા સાબરકાંઠામાં ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો. હાઇવે પર ગંભીર અકસ્માતમાં 2ના મોત થયા. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ (Maharana Pratap Circle) નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો. હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં આ બનાવ બનવા પામ્યો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા જયારે એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થયો. અકસ્માતને પગલે ભારે ભીડ ભેગી થઈ હતી. સતર્ક નાગરિકે બનાવને પોલીસને જાણ કરતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચ્યો.

મહારાણા પ્રતાપ સર્કલ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડયો. જ્યારે અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર 2 મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી. ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકોનું કહેવું છે કે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત બનવા પામ્યો. હાઈવે પર બાઈક પર પતિ પત્ની અને એક બાળક સવાર હતા. હાઈવે પર પસાર થતા બાઈક ચાલક સાથે ટ્રક ચાલકની ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો. આ ઘટનામાં માતા પુત્રનું કરુણ મોત નિપજયું જ્યારે પતિનો આબાદ બચાવ થયો.

બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ બનવા પામી હતી. ગંભીક અકસ્માતમાં 2લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા લોકોના ટોળેટોળા એકઠા થયાહતા. ટ્રક ચાલકની બેદરકારીના પરિણામે અકસ્માત બન્યો હોવાનું પોલીસને લોકોએ માહિતી આપી હતી. ઈડર પોલીસ આ અકસ્માતમાં પ્રાથમિક કામગીરી કર્યા બાદ આગળની વધુ તપાસ હાથધરી છે. હાલમાં મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી જ્યારે ઘાયલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠામાં ઇલોલ રોડ પર અકસ્માત સર્જાતા બાઇકચાલકનું મોત

આ પણ વાંચો: સાબરકાંઠામાં લાઈવ વીડિયો બનાવતા સર્જાયો અકસ્માત

આ પણ વાંચો: સાબરકાંઠાઃ બસ અને કાર વચ્ચે અકસ્માત હિમતનગરના ઉમાશંકર રેલ્વે ઓવરબ્રિજ પરની ઘટના બંને વાહનો આડા થઇ જતા બ્રીજ બંધ કરાયો અકસ્માતને કારણે કલાકથી ઓવર બ્રીજ રહ્યો બંધ ST