- ગુજરાત સરકારનો મોટો નિર્ણય
- ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે
- રીટેલમાં 30 ક્લિન્ટલનો જથ્થો સંગ્રહ કરી શકાશે
- હોલસેલમાં 500 ક્વિન્ટલનો જથ્થો સંગ્રહ કરી શકાશે
- એડિબલ ઓઈલ સીડના સંગ્રહમાં પણ નિયંત્રણ
- રીટેલમાં 100 ક્વિન્ટલનો જથ્થો રાખવાની છૂટ
- હોલસેલમાં 2000 ક્વિન્ટલ જથ્થો રાખવાની છૂટ
- અન્ન અને નાગરિક પુરવઠા નિગમની જાહેરાત
ખાદ્યતેલોના ભાવ છેલ્લા એક વર્ષથી આસમાને છે. ત્યારથી આ મુદ્દે સરકાર સતત ઘેરાઈ રહી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી પણ આવી રહી છે. તો સાથે ફરસાણ ઉદ્યોગ પર સતત વધી રહેલા ભાવની ઘેરી અસરો વર્તાઈ રહી છે. અને છેલ્લા કેટલાય સમયથી તેલના ભાવ નિયંત્રણ માટે માંગ કરી રહ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને અન્ન અને નાગરિક પુરવઠા નિગમની જાહેરાત કરી છે.
છેલ્લા એક વર્ષથી ખાદ્યતેલોની કિંમતોથી ઘેરાયેલી સરકારે તેના ભાવ ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આદેશ જારી કરીને ખાદ્ય તેલ અને ખાદ્યતેલ અને એડિબલ ઓઈલ સીડના સ્ટોક લિમિટ નક્કી કરી છે. ઓર્ડર હેઠળ, છૂટક દુકાનદારો 30 ક્વિન્ટલ ખાદ્ય તેલ અને 100 ક્વિન્ટલ ખાદ્ય તેલીબિયાંનો સ્ટોક કરી શકશે. હોલસેલરો 500 ક્વિન્ટલ ખાદ્ય તેલ અને 2000 ક્વિન્ટલ તેલીબિયાંનો સ્ટોક કરી શકશે.
ખાદ્યતેલના સ્ટોક પર નિયંત્રણ અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સેક્શન અધિકારી કે કે વ્યાસે જણાવ્યું હતું કે, વેપારીઓને બિન જરૂરી હેરાન કરવામાં નહીં આવે. ડેપો પર પુરવઠા વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે. વેપારીઓએ તેમનો સ્ટોક જાહેર કરવો પડશે. નિયત કરતા વધુ સ્ટોક હશે તો મેર્કેટમાં રિલીઝ કરવો પડશે
/ રશિયન હુમલા વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા યુક્રેનના લોકો, આ તસવીરો છે વિનાશનો પુરાવો
/ યુક્રેને PM મોદી પાસે માંગી મદદ, રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાજદૂતની ભારતને અપીલ
