veraval/ લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી

વેરાવળમાં એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પરિવારની પુત્રીના લગ્ન પ્રસંગમાં છવાયો માતમ છવાઈ ગયો હતો. પુત્રીના ઘરેથી ડોલી ઉઠવાની હતી, પરંતુ તેના પરિવારને શું ખબર હતી કે તેના ઘરેથી ડોલી નહીં પણ….

Gujarat Others

વેરાવળમાં એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પરિવારની પુત્રીના લગ્ન પ્રસંગમાં માતમ છવાઈ ગયો હતો. પુત્રીના ઘરેથી ડોલી ઉઠવાની હતી, પરંતુ તેના પરિવારને શું ખબર હતી કે તેના ઘરેથી ડોલી નહીં પણ અર્થી ઉઠાવવામાં આવશે. આ કિસ્સો ગુજરાતના વેરાવળ જિલ્લાનો છે.

અહિંયા બિહારીનગર વિસ્તારમાં રહેતા અશોક ભાઈની પુત્રી આયુષી સોમવારે લગ્ન કરવા જઇ રહી હતી. આખો પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો. પરંતુ નિયતિને કંઈક બીજું મંજૂર હતું. જોકે, લગ્નના એક દિવસ પહેલા આયુષીના પિતાની તબિયત રવિવારે રાત્રે જ બગડવાની શરૂઆત થઈ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની વધુ તબિયત લથડતાં તેમને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા કે, ત્યારે જ તેનું માર્ગમાં જ મોત નીપજ્યું હતું.

મહેંદી લાગેલા હાથે પિતાને આપી અંતિમ વિદાય 

ઘરમાં આજે સવારે, બધા લોકોની આંખમાં આંસુ આવી ગયા, જ્યારે પુત્રી, પોતાના મહેંદી લાગેલા હાથે, પિતાની અર્થીને કંધો આપીને તેમને અંતિમ વિદાય આપી. આયુષીને ખૂબ જ મુશ્કેલીથી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે તેના પિતાના મૃતદેહને અગ્નિ પણ આપી.

શિક્ષણ જગતમાં હાહાકાર : નસવાડીના લિંડા સ્કૂલના આચાર્યની હત્યા કેસના આરોપીનો મળ્યો મૃતદેહ

રાજકોટ અગ્નિકાંડના વધુ એક દર્દીનું મોત ગણતરીમાં ક્યારે લેવાશે..?

ક્રિકેટ ટૂર્નામેન્ટ જીત્યા બાદ યુવકોએ કર્યું કંઇક આવું કે, પોલીસ આવી હરકતમાં

અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…