Bhavnagar News/ ભાવનગરમાં પોતાના પરિવારની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપી શૈલેષે 5 નવેમ્બરની વહેલી સવારે જ પોતાની પત્ની અને બંને બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે ત્રણેય મૃતદેહોને ઘરની પાછળના ભાગમ ખોદેલા ખાડામાં દાટી દીધા હતા.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News:પત્ની અને બે બાળકોની હત્યા કરનાર ACF શૈલેષ ખંભાળને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં લોકોએ “આ રાક્ષસને ફાંસી આપો!” ના નારા લગાવ્યા હતા.પોલીસે શૈલેષ ખંભાળ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ઘણા કેસોની તપાસ બાકી હોવાથી પોલીસે કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન ઘણા નવા તથ્યો બહાર આવશે. કોર્ટે શૈલેષને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એવી ઘણી બાબતોની તપાસ શરૂ કરશે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખોખરા ગામે ફોરેસ્ટ વિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા એ પોતાની પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્યની ગળું દબાવીને હત્યા કરી હતી, ત્રણેય મૃતદેહોને ઘરની પાછળની જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા. આ ચોંકાવનારી ત્રિવેણી હત્યાકાંડનો ભેદ ખુલ્યા બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનું વાતાવરણ છવાયું છે.

પોલીસ તપાસમાં ખબર પડી છે કે, આરોપી શૈલેષે 5 નવેમ્બરની વહેલી સવારે જ પોતાની પત્ની અને બંને બાળકોની ગળુ દબાવીને હત્યા (Murder) કરી નાખી હતી. હત્યા બાદ તેણે ત્રણેય મૃતદેહોને (dead bodies) ઘરની પાછળના ભાગમ ખોદેલા ખાડામાં દાટી દીધા હતા. ત્યારબાદ આરોપી તળાજાથી ગુમ થઈ ગયો હતો, જેના કારણે પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોતાના જ પરિવારનો બન્યો હત્યારો શૈલેષ

ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. 16 નવેમ્બરે ઘરની પાછળના ભાગમાંથી ત્રણ શંકાસ્પદ મૃતદેહો મળી આવ્યા હતા. ફોરેન્સિક ટીમે DNA સેમ્પલ લઈને રિપોર્ટ મેળવ્યો, જેમાં મૃતદેહો નયનાબેન, પૃથા અને ભવ્યના હોવાની પુષ્ટિ થઈ છે.તપાસ દરમિયાન પોલીસને શૈલેષ ખાંભલા પર શંકા ગઈ અને તેની ધરપકડ કરવામાં આવી.આજે 18 નવેમ્બરે તેને ભાવનગર કોર્ટના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ 14 દિવસની રિમાન્ડની માંગ કરશે.

આરોપી શૈલેષના પિતા સહિત સમગ્ર પરિવારજનો અને ગામના લોકોએ આ જઘન્ય કૃત્ય માટે ગુનેગારને ફાંસીની સજા કરવાની માગ કરી હતી. આરોપીના પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે, તેને કડકથી કડક સજા થવી જોઈએ.”આવી જ એક ઘટના કાલે વડોદરામાં પણ બની હતી જ્યાં  તાંદલજા વિસ્તારમાં એક પતિએ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભાવનગરના કુંભારવાડામાંથી આધેડનો મળ્યો મૃતદેહ

આ પણ વાંચો:ભાવનગરમાં નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો