પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી અને હાલમાં વન મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે શુક્રવારે સવારે ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, રાશન વિતરણ કૌભાંડ કેસમાં EDની ટીમ બંગાળના મંત્રી વિરુદ્ધ છેલ્લા 21 કલાકથી સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે તેને સંતોષકારક જવાબ ન મળ્યો ત્યારે EDની ટીમે તેની ધરપકડ કરી અને CGO કોમ્પ્લેક્સમાં આવેલી તેમની ઓફિસમાં લઈ ગઈ હતી. જ્યોતિપ્રિયા મલ્લિકે કહ્યું કે, “હું એક ગંભીર ષડયંત્રનો શિકાર છું”
માહિતી અનુસાર,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ સર્ચ માટે મંત્રીના સોલ્ટ લેક હાઉસ પર પહોંચી હતી. ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ મંત્રીના ઘરની બહાર મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેના ઘરની બહાર પોલીસ બેરિકેડ લગાવવામાં આવી હતી.
EDએ ગુરુવારે સવારે સર્ચ શરૂ કર્યું હતું
રાશન ભ્રષ્ટાચાર મામલામાં EDએ ગુરુવારે સવારે સાડા છ વાગ્યે સોલ્ટ લેકમાં જ્યોતિપ્રિયા મલિકના ઘરની તપાસ શરૂ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ સોલ્ટ લેકમાં જ્યોતિપ્રિયાના ઘર ઉપરાંત ઉત્તર કોલકાતામાં તેના પૈતૃક ઘરની પણ સર્ચ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યોતિપ્રિયાનું નામ હાલમાં જ સામે આવ્યું હતું જ્યારે EDએ રાશન ભ્રષ્ટાચારના આરોપમાં ઉદ્યોગપતિ બકીબુર રહેમાનના ઘરે દરોડા પાડ્યા હતા. આ પછી EDની ટીમ ગુરુવારે સવારે લગભગ 7 વાગે જ્યોતિપ્રિયાના ઘરે પહોંચી હતી. તે જ સમયે તેના સહાયક અમિત ડેના બે ફ્લેટની પણ તલાશી લેવામાં આવી હતી.
આ પણ વાંચો: Jammu Kashmir/ પાકે. કર્યો યુદ્ધવિરામનો ભંગ, એક જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા
આ પણ વાંચો: Ayodhya/ 22મી જાન્યુ.એ જ કેમ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો શું છે તેની પાછળનું કારણ
આ પણ વાંચો: Cricket News/ વર્લ્ડ કપ 2023 બાદ VVS લક્ષ્મણને મળશે આ મહત્વની જવાબદારી, BCCI લેશે રાહુલ દ્રવિડને લઈને મોટો નિર્ણય

