Jammu Kashmir/ પાકે. કર્યો યુદ્ધવિરામનો ભંગ, એક જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા

પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો.

Top Stories India

પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ(સીઝફાયર)નું ઉલ્લંઘન કર્યું અને ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતીય સૈનિકો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. BSFએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા આ સીઝફાયરનું ઉલ્લંઘન ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે કરવામાં આવ્યું હતું. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

મળતી માહિતી અનુસાર, આ દરમિયાન BSFની એક પોસ્ટ પર મોર્ટાર હુમલો પણ થયો હતો. જોકે તે દિવાલમાં ફસાઈ ગયો હતો. જમ્મુમાં 5 ભારતીય ચોકીઓ પર પાક સૈનિકોએ કરેલા ગોળીબારમાં એક BSF જવાન અને 4 નાગરિકો ઘાયલ થયા છે. 9 દિવસમાં પાકિસ્તાન દ્વારા આ બીજી વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. 17 ઓક્ટોબરે પાકિસ્તાન રેન્જર્સે અરનિયા સેક્ટરમાં કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો, જેમાં BSFના બે જવાન ઘાયલ થયા હતા.

લોકો જીવ બચાવવા રાહત છાવણી તરફ દોડી ગયા

અરનિયામાં ગોળીબાર બાદ 50થી વધુ લોકો એવા છે જેઓ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આવી ગયા છે. લોકો અડધી રાતે પણ જાગે છે અને ગભરાય છે. પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને મોર્ટાર ફાયર કરવામાં આવી રહ્યા છે. લોકો પોતાનો જીવ બચાવીને રાહત શિબિરમાં પહોંચ્યા હતા. એક કલાક સુધી ગોળીબાર બંધ થયા બાદ અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

શું હોય છે યુદ્ધવિરામ?

ઘણી વખત બે પક્ષોમાં થોડો સમય યુદ્ધ ચાલ્યા બાદ બંને એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે જેમાં કોઈની પણ સંપૂર્ણ જીત થવી મુશ્કેલ લાગે છે. તેઓ યુદ્ધને સંપૂર્ણ સમાપ્ત કરવાની ઘોષણા નથી કરતા, પરંતુ તેને થોડો સમય અટકાવવા માટે સમજૂતી કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર આવો જ યુદ્ધવિરામ છે.



આ પણ વાંચો: Ayodhya/ 22મી જાન્યુ.એ જ કેમ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો શું છે તેની પાછળનું કારણ

આ પણ વાચો: Cricket News/ વર્લ્ડ કપ 2023 બાદ VVS લક્ષ્મણને મળશે આ મહત્વની જવાબદારી, BCCI લેશે રાહુલ દ્રવિડને લઈને મોટો નિર્ણય

આ પમ વાંચો: Israel Hamas Conflict/ ઇરાન ખુલ્લેઆમ હમાસના સમર્થનમાં, અમેરિકાને આપી ખુલ્લી ધમકી