- ઉ.ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડીમાં વધારો
- ભારે પવનને કારણે લોકો ઠુંઠવાયા
- અમદાવાદમાં ઠંડીનો આંક 9 ડીગ્રી પર યથાવત્
- ગાર્ડન અને જીમમાં કસરત કરવા જતાં લોકોની સંખ્યા ઘટી
- લોકો તાપણી અને શિયાળુ વસ્ત્રો પહેરેલા નજરે પડ્યા
- રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે
- 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર
- ગાંધીનગરમાં 8.3 ડિગ્રી તાપમાન
- વડોદરામાં 10 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું
- અમદાવાદ સહિત રાજ્યભરમાં બે દિવસ ઠંડી રહેશે
રાજ્યમાં લોકો સતત ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષાનાં કારણે ઠંડીમાં વધારો થયો છે. વળી ભારે પવન પણ ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો હવે કાપણી અને શિયાળુ વસ્ત્રો પહેરાલા નજરે ચઢી રહ્યા છે.
આ પણ વાંચો – રાષ્ટ્રીય યુવા દિવસ / આજે સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતિ..જાણીએ એવા યુવાનો વિશે જેમણે નાની ઉંમરમાં દેશને ગૌરવ અપાવ્યું
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં માત્ર બરફ જ નથી પડી રહ્યો. બાકી ઠંડીનો અહેસાસ વધારે થયો છે. કાશ્મીરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે અને ત્યાં તાપમાન માઇનસમાં છે. ગુલમર્ગ અને પહલગામમાં પારો વધુ નીચે ઉતર્યો છે. તેના પછી હરિયાણા અને પંજાબમાં લઘુત્તમ તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યનાં મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં ઠંડીનો આંક 9 ડિગ્રી પર યથાવત છે. શહેરનાં બગીચા અને જીમમાં કસરત કરતા લોકોની સંખ્યા સતત ઘટી છે. લોકો હવે તાપણી અનેશિયાળુ વસ્ત્રો પહેરાલા નજરે ચઢી રહ્યા છે. રાજ્યનાં 10 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે. 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર છે. વળી ગાંધીનગરમાં 8.3 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ પણ વાંચો – એડિટર્સ ગિલ્ડે / મહિલા પત્રકારોને નિશાન બનાવવાનીકરી ટીકા કહ્યું સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ
દિલ્હીમાં બરફીલા પવનની સાથે વરસાદની વચ્ચે લઘુત્તમ તાપમાન 6.5 અને મહત્તમ 18.1 ડિગ્રી નોંધાયું હતું. બિહાર, ઝારખંડ પશ્ચિમ બંગાળમાં મૌસમ વિભાગે 11થી 13 જાન્યુઆરી દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યુ છે. કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગ ખાતેના પ્રખ્યાત સ્કી રિઝોર્ટમાં તાપમાન માઇનસ 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સાઉથ કાશ્મીરના પહલગામમાં માઇનસ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં ગઇકાલે તાપાન 0.2 ડિગ્રી હતું. કાશ્મીર ખીણના ગેટવે કાઝીગુંડ ખાતે તાપમાન માઇનસ 0.6 હતું.
