Ahmedabad News/ અમદાવાદમાં ગુરૂકુળ વિસ્તારમાં પૂર્વી ટાવરમાં 8મા માળે આગ

ફાયરબિગ્રેડની 15 ગાડીઓ ઘટના પહોંચી આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ગુરૂકુળ વિસ્તારમાં પૂર્વી ટાવરમાં 8મા માળે આગ (Fire broke) લાગતા અફરાતફરી મચી ગઈ છે. ફાયરબિગ્રેડની 15 ગાડીઓ ઘટના પહોંચી આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે. લાશ્કર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આગનું કારણ હજુ સામે આવ્યું નથી. હાલ રહીશોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.

થોડા દિવસો અગાઉ અમદાવાદ (Ahmedabad)માં ગઈકાલ મોડી રાત્રે અંદાજ પાર્ટી પ્લોટમાં સુશોભન સામગ્રીમાં ભીષણ આગ (Fire broke out) લાગી હતી. ફાયર બ્રિગેડે બે કલાક પાણીનો મારો કરીને આગ (Fire) પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, અંદાજ પાર્ટી પ્લોટ શહેરના એસજી હાઇવે પર એસપી ઓફિસની સામે આવેલો છે. આગ એટલી ભયંકર હતી કે એસજી હાઇવે અને સરખેજ રોડ સુધી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

અંદાઝ પાર્ટી પ્લોટની બધી સજાવટની સામગ્રી, જેમાં મંડપની વસ્તુઓ, લાકડા, ખુરશીઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે પાર્ટી પ્લોટમાં કોઈ જાનહાનિ થઈ નહતી. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવા માટે બે કલાક સુધી દોઢ થી બે હજાર લિટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. પાર્ટી પ્લોટ મોટો હોવાથી અને હજારો લોકો મુલાકાત લે છે, આવી ઘટનાઓ ટાળવા માટે ત્યાં પૂરતી અગ્નિશામક સુવિધાઓ હોવી મહત્વપૂર્ણ છે. શહેરમાં ગઈકાલે બીજી એક આગની ઘટના બનવા પામી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના ઈન્દીરાબ્રીજ પાસ આવેલા ફલેટમાં લાગી આગ, બે બાળકો ફસાયા

આ પણ વાંચો:અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા પાસે શરણમ-5 બિલ્ડિંગમાં આગ

આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસણમાં લાગી ભીષણ આગ, આગને કાબૂમાં લેવા બિલ્ડીંગના કાચ તોડાયા