Ahmedabad News/ અમદાવાદના ઈન્દીરાબ્રીજ પાસ આવેલા ફલેટમાં લાગી આગ, બે બાળકો ફસાયા

અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસેના એક એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસેના એક એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફ્લેટના એસીમાં આગ લાગતાં આખા ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. આગ લાગી ત્યારે ફ્લેટમાં બે બાળકો હાજર હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે.

અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ નજીક આવેલા આત્રેય ઓર્કિડ ફ્લેટના ચોથા માળે આવેલા ફ્લેટમાં આજે સાંજે આગ લાગી હતી. એવું માનવામાં આવે છે કે આગ ACના કારણે લાગી હતી. થોડીવારમાં આગ ભીષણ બની અને પાંચમા માળે પહોંચી ગઈ.

આગની માહિતી મળ્યા બાદ, પાંચ 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાંચ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે આગને કારણે દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. આ ઇમારત ઇન્દિરા સર્કલની બાજુમાં આવેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસણમાં લાગી ભીષણ આગ, આગને કાબૂમાં લેવા બિલ્ડીંગના કાચ તોડાયા

આ પણ વાંચો:બે કાર ટકરાતા લાગી આગ, માતા-દિકરી સહિત ચારના મોત : રાજકોટ નજીક હન્ડી સિટી અને અલ્ટો વચ્ચે અકસ્માત, 3 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા પાસે શરણમ-5 બિલ્ડિંગમાં આગ