Rajkot News/ બે કાર ટકરાતા લાગી આગ, માતા-દિકરી સહિત ચારના મોત : રાજકોટ નજીક હન્ડી સિટી અને અલ્ટો વચ્ચે અકસ્માત, 3 ઈજાગ્રસ્ત

અલ્ટોમાં સવાર લોકો ગોંડલના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં માતા દિકરી સહિત 4ના મોત નીપજ્યા હતા. જ્યારે 3 જણા ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ા બનાવની વિગત મુજબરાજકોટના સરધાર-ભાડલા રોડ પર આજે સાંજે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બંને કારમાં આગ ફાટી નીકળતા માતા-પુત્રી સહિત ચાર લોકોના મોત થયા છે. બંને કાર વચ્ચે ટક્કર થયા બાદ ગણતરીની સેકન્ડોમાં જ આગ વિકરાળ બનતા કારમાં સવાર ચારના મોત થયા છે.

જ્યારે ત્રણ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રાજકોટના સરધાર-ભાડલા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ આગ ફાટી નીકળતા કારમાં સવાર ચાર લોકો ભડથું થયા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મૃતક –
(૧) નિરુબેન અતુલભાઈ મકવાણા, 35, રે. ગોંડલ
(૨) હેતવી અતુલભાઈ મકવાણા, 3 વર્ષ, રે. ગોંડલ
(૩) હેમાંશી શાહીલ સરવૈયા, 22, રે. ગોંડલ વિજય નગર
(૪) મિત અશોકભાઈ સાકરીયા, 12, રે. ગોંડલ

ઇજાગ્રસ્ત
(૧) શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ
(૨) હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ
(૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલએસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, સરધાર પાસે અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે કાર વચ્ચે અકસ્માત થયો છે. કોઈ કારણસર આગ લાગતા અને અકસ્માતના કારણે અલ્ટો કારમાં 8 લોકો સવાર હતા તેમાં ત્રણને ઈજા થઈ છે. ત્રણ લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે, અન્ય એક વ્યકિતની માહિતી મળી નથી. અલ્ટોમાં સવાર લોકો ગોંડલના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્સર, ડાયાબિટીસ સહિતની આ ગંભીર બીમારીઓની દવાઓની કિંમતમાં થશે વધારો

આ પણ વાંચો:મોંઢાનું કેન્સર થવાનું કારણ આવ્યું સામે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

આ પણ વાંચો:હોંગકોંગનો કેન્સર મટાડતા CAR-T ઈન્જેક્શન અંગે મોટો દાવો જાણો, ઇન્જેક્શનની સ્થિતિ શું છે?