Health News: જે લોકો નિયમિત ખાંડવાળા પાણી (Sugar Water)નું સેવન કરે છે તેમને મોંઢાનું કેન્સર (Oral Cancer) થવાનું જોખમ વધી રહ્યું છે. તાજેતરમાં થયેલ એક અભ્યાસ (Study)માં દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં કેન્સર (Cancer)ના કેસ વધી રહ્યા છે. આ માટે જવાબદાર જીવનશૈલી (Lifestyle)ની આદતો છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં ચોંકાવનરો ખુલાસો થયો છે, માત્ર એક કેન ખાંડયુક્ત સોડાનું (Cane Soda) સેવન કરવાથી મોંઢાના કેન્સરનું જોખમ 5 ગણું વધી જાય છે. આ અભ્યાસ વોશિંગ્ટન યુનિવર્સિટી (Washington University)ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો.

મોંઢાના કેન્સરના કેસ વધી રહ્યા છે
મોંઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને એવા યુવાનોમાં જે દારૂ (Liquor) પીતા નથી કે તમાકુ (Tobacco)નું સેવન કરતા નથી. 2020માં, લગભગ 377,૭૧૩ મોંઢાના કેન્સર (Oral Cancer)ના કેસ સામે આવ્યા અને 177757 લોકોના મોત નિપજ્યા હતા. આ એક ચિંતાનો વિષય છે.
![]()
ખાંડયુક્ત પીણા અને મોંઢાના કેન્સર વચ્ચેનું જોડાણ
નવા અભ્ય્યાસમાં સામે આવ્યું છે કે ખાંડયુક્ત પીણાંના નિયમિત સેવનથી મોંઢાના કેન્સર (Cancer)નું જોખમ વધી શકે છે. આ અભ્યાસમાં 160,૦૦૦થી વધારે મહિલાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ અવલોકન કર્યું હતું કે જે મહિલાઓ નિયમિતપણે ખાંડયુક્ત પીણાંનું સેવન કરે છે તેમને મહિનામાં એક કરતા ઓછા વખત આ પીણાંનું સેવન કરતી સ્ત્રીઓ કરતાં મોંઢાનું કેન્સર થવાનું જોખમ 4.87 ગણું વધારે હતું.

અભ્યાસમાં જોવા મળ્યાં ચોંકાવનારા પરિણામો
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ખાંડ અને હાઈ ફ્રુક્ટોઝ (High Fructose), કોર્ન સીરપ (Corn syrup) જેવા તત્વ મોંઢાનું કેન્સર થવાના કારણ બની શકે છે. નિયમિતપણે ખાંડયુક્ત પીણાનું સેવન મોંઢાને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, યોગ્ય ખોરાક પસંદ કરવો અને કેન્સરના જોખમી પરિબળોને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો:શું બ્રેસ્ટ કેન્સર પછી ગર્ભાવસ્થામાં સમસ્યાઓ છે? જાણો શું કહે છે નિષ્ણાતો
આ પણ વાંચો:કેન્સરનું કોને સૌથી વધુ જોખમ? પુરૂષ કે સ્ત્રી; ભૂલકાઓ પણ બાકાત નહીં
