શ્રીનગર,
૧૪ જૂનના રોજ આતંકીઓ દ્વારા ભારતીય સેનાના જવાન ઓરંગઝેબની હત્યા કરાયા બાદ તેઓના પરિવારને મળવા માટે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ જમ્મુ-કાશ્મીરના પૂંછ પહોચ્યા છે. રક્ષામંત્રીએ સેનાના શહીદ જવાનના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેઓના પિતા સાથે પણ વાતચીત કરી હતી.
#WATCH: Defence Minister Nirmala Sitharaman meets the family of Sepoy Aurangzeb in J&K's Poonch. Aurangzeb was abducted from Pulwama by terrorists and later his bullet-ridden body was recovered on June 14, #JammuAndKashmir pic.twitter.com/xv2sobrq18
— ANI (@ANI) June 20, 2018
નોધનીય છે કે, આ પહેલા સેનાના પ્રમુખ બિપિન રાવતે પણ શહીદ જવાનના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
I came to meet martyr's family. I have spent some time here. One message I can take back from here is that here's a family, here's a martyr, who stands out as an inspiration for entire nation: Defence Min Nirmala Sitharaman after meeting family of Sepoy Aurangzeb in J&K's Poonch pic.twitter.com/JinODmb64n
— ANI (@ANI) June 20, 2018
આ પરિવાર પુરા દેશ માટે છે પ્રેરણા : રક્ષામંત્રી
સેનાના શહીદ જવાન ઓરંગઝેબના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ નિર્મલા સીતારમણે જણાવ્યું, “આજે હું એ ઓરંગઝેબના પરિવાર સાથે સમય વિતાવ્યો, આ પરિવાર પુરા દેશ માટે પ્રેરણા છે”.
Defence Minister Nirmala Sitharaman meets the family of Sepoy Aurangzeb in J&K's Poonch. Aurangzeb was abducted from Pulwama by terrorists and later his bullet-ridden body was recovered on June 14, #JammuAndKashmir pic.twitter.com/GD5e0w7gQA
— ANI (@ANI) June 20, 2018
માનવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં PDP-ભાજપના ગઠબંધનની સરકાર ગયા બાદ અને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ રક્ષામંત્રીની જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત આતંકીઓ સામે સખ્ત રુખ અપનાવવા માટેનો રાજનૈતિક સંદેશો પણ છે.
કેવી રીતે થઇ હતી હત્યા ?
મહત્વનું છે કે, ૧૪ જૂનના રોજ સવારે સેનાના જવાન ઓરંગઝેબ જયારે ઈદ મનાવવા માટે પોતાના રાજોરી સ્થિત ગામમાં જઈ રહ્યા હતા, ત્યારે આ દરમિયાન પુલવામાના કાલમ્પોરામાં આતંકીઓએ અપહરણ કર્યું હતું.
જો કે ત્યારબાદ આ જ દિવસે સાંજે પોલીસ અને સેનાના સંયુક્ત દળે ઓરંગઝેબનો મૃતદેહ કાલમ્પોરાથી લગભગ ૧૦ કિમી દૂર ગુસ્સું નામના એક ગામમાંથી મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ સેનાના આ જવાનનું અપહરણ કરાયા બાદ તેઓના માથા અને ગળા પર ગોળી મારીને મૃતદેહને ક્ષત-વિક્ષિત કરવામાં આવ્યો હતો.
