Modasa news/ મોડાસામાં બિનઅધિકૃત બાંધકામનો મોટો વિવાદ: કલેક્ટરના સ્ટે છતાં ‘શ્રી નાથજી ઢાબા’નું ઓપનિંગ, તંત્ર સામે સવાલો

મોડાસામાં કલેક્ટરના સ્ટે ઓર્ડર હોવા છતાં ‘શ્રી નાથજી ઢાબા’ (Shrinathji Dhaba Controversy) ચાલુ રહેતા બિનઅધિકૃત બાંધકામ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Top Stories Gujarat Others Breaking News
Shrinathji Dhaba Controversyમાં, મંજૂરી વગર ઉભી થઈ આખી હોટલ!

Modasa News: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બિનઅધિકૃત બાંધકામનો એક મોટો વિવાદ સામે આવ્યો છે. શહેરના ચર્ચિત ‘શ્રી નાથજી ઢાબા’ (Shrinathji Dhaba Controversy)ને લઈને તંત્રની કામગીરી અને સરકારી આદેશોના અમલ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આરોપ છે કે કલેક્ટર દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હોવા છતાં ઢાબા અને હોટલની પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ રાખવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, 31 જાન્યુઆરી 2025ના રોજ કલેક્ટર કચેરી દ્વારા સંબંધિત બાંધકામ અંગે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમ છતાં એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્થળ પર બાંધકામ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલુ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Shrinathji Dhaba Controversy: એક વર્ષથી સ્ટે હોવા છતાં ખુલ્યું ઢાબા

આરોપ મુજબ, સંબંધિત મિલકત પર NA (નોન એગ્રીકલ્ચર) મંજૂરી અને અન્ય જરૂરી પરવાનગીઓ વિના જ સંપૂર્ણ હોટલ અને ઢાબા (Shrinathji Dhaba Controversy)નું બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે મોડાસા નગરપાલિકા અને સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિક લોકો અને કેટલાક આગેવાનોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા નિયમોના ભંગ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચીફ ઓફિસર પર બિનઅધિકૃત બાંધકામ કરનારાઓને છાવરવાનો અને કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મામલો એટલો ગંભીર બન્યો કે તે જિલ્લા સંકલન સમિતિની બેઠક સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી હોવાનું જણાવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કલેક્ટર દ્વારા ચીફ ઓફિસરને બિનઅધિકૃત બાંધકામ (Shrinathji Dhaba Controversy) સામે તાત્કાલિક પગલાં લેવા અને જરૂરી હોય તો બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે સરકારી આદેશો અને નિયમોના અમલમાં ક્યાંક ખામી છે કે પછી જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે આવા બાંધકામો સામે સમયસર કાર્યવાહી થતી નથી.


આ પણ વાંચો:કરેડા ગામે અંદાજિત રૂ. 2,46,000ની કિંમતનું બિનઅધિકૃત દબાણ કરાયું દૂર

આ પણ વાંચો:ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

આ પણ વાંચો:ગિરનાર બચાવવા માટે સાધુ-સંતોની મહારેલી